ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs SA: ટીમ ઈન્ડિયાને બેવડો ફટકો, દીપક ચહર ODI અને મોહમ્મદ શમી સિરીઝમાંથી બહાર

Text To Speech

મુંબઈ, 16 ડિસેમ્બર, 2023ઃ ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં બે મોટા આંચકાઓ લાગ્યા છે. ODI ટીમનો હિસ્સો રહેલા દીપક ચહરે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ટેસ્ટ ટીમમાં સામેલ મોહમ્મદ શમી ઈજાના કારણે ટીમની બહાર છે. દીપકે પરિવારમાં મેડિકલ પ્રોબ્લેમના કારણે ઓડીઆઈ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પસંદગી સમિતિએ તેના સ્થાને આકાશ દીપની પસંદગી કરી છે. શમી વિશે પહેલાથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેનું રમવું તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.

BCCIએ બંને બોલરો વિશે માહિતી શેર કરી છે. આ પહેલા દીપક ચહર પણ આફ્રિકા સામે રમાયેલી ટી-20 સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેણે કોઈ મેચ રમી ન હતી, તે ટીમ ઈન્ડિયા સાથે આફ્રિકા આવ્યો ન હતો. હવે તેણે 17 ડિસેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અંગે બીસીસીઆઈએ કહ્યું કે મેડિકલ ટીમે શમીની ફિટનેસ સાફ કરી નથી, જેના કારણે તે 26 ડિસેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

ભારતીય ટીમે દીપક ચહર બાદ ODI ટીમને અપડેટ કરી

રૂતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ કુમાર, અર્શદીપ સિંહ, આકાશ દીપ.

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને બનાવ્યો કેપ્ટન

BCCIએ કહ્યું કે 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાનાર પ્રથમ વનડે પછી બેટ્સમેન શ્રેયસ અય્યર ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે ટેસ્ટ ટીમમાં સામેલ થશે. અય્યર બીજી અને ત્રીજી વનડેમાં ભારતનો ભાગ નહીં હોય અને ઇન્ટર-સ્કવોડ મેચમાં ભાગ લેશે.

ODI સિરીઝમાં કોચિંગ સ્ટાફ બદલાશે

અપડેટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મહામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ ટેસ્ટ ટીમમાં જોડાશે અને ઈન્ટ્રા સ્કવોડ અને ટેસ્ટ સિરીઝની તૈયારીઓનું ધ્યાન રાખશે.

ઈન્ડિયા ‘A’ નો કોચિંગ સ્ટાફ ODI ટીમને મદદ કરશે. ઈન્ડિયા A ના કોચિંગ સ્ટાફમાં બેટિંગ કોચ સિતાંશુ કોટક, બોલિંગ કોચ રાજીવ દત્તા અને ફિલ્ડિંગ કોચ અજય રાત્રાનો સમાવેશ થશે.

Back to top button