ટ્રેન્ડિંગવર્લ્ડ

ઇઝરાયેલ સેનાથી થઈ મોટી ભૂલ, પોતાના જ 3 નાગરિકોને મારી નાખ્યા

Text To Speech

જેરુસલેમ, 16 ડિસેમ્બર: ગાઝા પટ્ટીમાં હમાસના ટાર્ગેટ પર ઇઝરાયેલી સેનાના હુમલા વચ્ચે એક મોટી ભૂલ થઈ છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેના સૈનિકોએ શુક્રવારે ખતરો ગણાવીને ત્રણ બંધકોને ભૂલથી ગોળી મારી દીધી અને તેમની હત્યા કરી હતી. બીજી તરફ, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેને “અસહ્ય દુર્ઘટના” ગણાવી છે.

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ કહ્યું- અમે આ ઘટનાની જવાબદારી લઈએ છીએ. ગાઝા શહેરના શિજૈયા વિસ્તારમાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન સૈનિકોને લાગ્યું કે આ લોકો તેમના માટે ખતરો છે. ગોળીબાર બાદ જ્યારે અમે મૃતદેહો પાસે પહોંચ્યા ત્યારે માર્યા ગયેલા લોકોની ઓળખ અંગે શંકા હતી. બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે, માર્યા ગયેલા તમામ નાગરિકો ઇઝરાયેલના હતા. સેનાનું કહેવું છે કે, ત્રણ ઇઝરાયેલી હમાસની કેદમાંથી ભાગી ગયા હતા અથવા તો આંતકવાદીઓએ તેમને મુક્ત કરી દીધા હતા. જો કે, ચોક્કસ રીતે કોઈ જાણકારી સામે આવી નથી.

IDFના સ્પોક્સ પર્સન હગારીએ કહ્યું કે, ગાઝામાં ઇઝારાયેલી સેના દ્વારા માર્યા ગયેલા ત્રણ ઇઝરાયેલીની ઓળખ એલોન શમરિઝ, યોતમ હૈમ અને સમેર અલ-તલાલકા થઈ છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, હમાસે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હુમલા દરમિયાન લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા, જેમાં 1,139 લોકો માર્યા ગયા હતા. ગાઝામાં હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, જૂથ વિરુદ્ધ ઇઝરાયેલના વળતા હુમલામાં 18,700 થી વધુ લોકો માર્યા ગયા છે.

આ પણ વાંચો: ઈઝરાયલી સેનાએ હમાસને ખતમ કરવાના લીધી સોગંધ, ગાઝાની સુરંગોમાં દરિયાનું પાણી

Back to top button