નેશનલમનોરંજનવર્લ્ડ

લાઇવ પરફોર્મન્સ દરમિયાન હાર્ટ એટેકથી સિંગરનું મૃત્યુ થયું

Text To Speech

બ્રાઝિલના ગોસ્પેલ ગાયક પેડ્રો હેનરિકનું સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ આપતી વખતે 13 ડિસેમ્બરે અવસાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયક અચાનક સ્ટેજ પર પડી ગયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ડૉક્ટરે હેનરીને મૃત જાહેર કર્યો હતો. 20 વર્ષીય સિંગર પેડ્રો હેનરીકના અચાનક જ થયેલા અવસાનથી ફેન્સ અને પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

પેડ્રો હેનરીકનું લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન મૃત્યુ થયું

એવું કહેવામાં આવી રહ્યું છે કે હેનરિક એક ધાર્મિક કાર્યક્રમમાં તેનું હિટ ગીત ‘વા સેર તાઓ લિન્ડો’ ગાઈ રહ્યો હતો, જેનું ટેલિકાસ્ટ ઈશાન બ્રાઝિલના શહેર ફેઈરા ડી સાંતાનાના કોન્સર્ટ હોલમાંથી ઓનલાઈન કરવામાં આવ્યું હતું, ત્યારે આ હૃદયદ્રાવક ઘટના બની હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં હેનરી ફેન્સ સાથે વાતચીત કરતો દેખાય છે. આ દરમિયાન તે સ્ટેજની સામે પહોંચતા જ અચાનક તેની પીઠ પર પડી ગયો. સિંગરને અચાનક સ્ટેજ પર પડતા જોઈને તેના બેન્ડના સભ્યો અને લોકો ચોંકી ગયા હતા. બાદમાં તેને નજીકના ક્લિનિકમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.

નવજાત પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

રેડિયો 93 અનુસાર, રેકોર્ડ લેબલ ટોડા મ્યુઝિકે પેડ્રો હેનરીકના મૃત્યુની પુષ્ટિ કરી છે અને બ્રાઝિલના ગાયકને શ્રદ્ધાંજલિ આપી છે. ગાયકના આકસ્મિક નિધનથી મનોરંજન જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. લાઇવ મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન પેડ્રો હેનરીકના નિધનથી દરેકના દિલ તૂટી ગયા છે. તેના પરિવારની હાલત પણ કફોડી બની છે. આ બ્રાઝિલિયન ગાયકના પરિવારમાં તેની પત્ની સુઇલાન બેરેટો અને તેની પુત્રી ‘જો’નો સમાવેશ થાય છે. પેડ્રો હેનરીકનો દીકરો ‘જો’નો જન્મ 19 ઓક્ટોબરે થયો હતો.

આ પણ વાંચો: શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ અટેક, અન્ય સેલિબ્રિટીઓ પણ બન્યા છે શિકાર

Back to top button