ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

રશિયન પ્રમુખ પુતિને નેશનલ ટેલિવિઝન પર જનતાની માફી માંગી!, જાણો શા માટે ?

  • છેલ્લા 22 મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ
  • દેશને ઘેરાયેલી કટોકટી માટે પ્રમુખ વ્લાદિમીર પુતિને જનતાની માંગી માફી
  • વધતી મોંઘવારી અને ઈંડાની વધતી કિંમતો માટે પોતાની જ સરકારને જવાબદાર ગણાવી

રશિયા, 16 ડિસેમ્બર : છેલ્લા 22 મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તેની અસર માત્ર નાનકડા દેશ યુક્રેનને જ નથી થઈ, પરંતુ રશિયા જેવો શક્તિશાળી દેશ પણ યુદ્ધના પ્રકોપથી અછૂતો રહ્યો નથી. આઆ દરમિયાન, તાજેતરમાં જ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને દેશને ઘેરાયેલી કટોકટી માટે જનતાની માફી માંગી છે. રશિયન ટેલિવિઝન પર આયોજિત એક પ્રશ્ન સત્ર દરમિયાન તેમણે દેશમાં વધતી મોંઘવારી અને ઈંડાની વધતી કિંમતો માટે પોતાની જ સરકારને જવાબદાર ગણાવી અને દેશની જનતાની માફી પણ માંગી.

રશિયામાં, વર્ષની શરૂઆતથી ઇંડાના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. તેમણે ઈંડાની વધતી કિંમતો માટે સરકારને જવાબદાર ઠેરવી હતી. તેને સરકારના પ્રયાસોની નિષ્ફળતા ગણાવતા કહ્યું હતું કે, “હું આ માટે માફી માંગુ છું, પરંતુ આ સરકારના કામની નિષ્ફળતા છે.”

રશિયામાં મોંઘવારીમાં દિન-પ્રતિદિન વધારો !

વધતી કિંમતો અંશતઃ રશિયામાં આવશ્યક ચીજવસ્તુઓની અછતને કારણે છે, જે રશિયાએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યા પછી પશ્ચિમી વેપાર પ્રતિબંધોને કારણે વધુ વકરી છે. રશિયન સ્ટેટિક્સ રોસસ્ટેટના રિપોર્ટ અનુસાર ઓક્ટોબર 2023માં એક ડઝન ઈંડાની કિંમતમાં 13 ટકા અને નવેમ્બર 2023માં 15 ટકાનો વધારો થયો હતો. આને કારણે, રશિયામાં હાલમાં એક ડઝન ઇંડાની સરેરાશ કિંમત લગભગ 130 રુબેલ્સ (લગભગ $1.8) છે. અહેવાલ અનુસાર, એક કાર્યક્રમમાં વધતી કિંમતો વિશે વાત કરતા પુતિને કહ્યું કે, “ખાદ્ય ચીજવસ્તુઓની વધુ માંગ હોવા છતાં દેશમાં ઉત્પાદન વધ્યું નથી. હું વચન આપું છું કે નજીકના ભવિષ્યમાં પરિસ્થિતિ સુધરશે.” ગ્રાહકો માટે ખર્ચ ઘટાડવાના પ્રયાસમાં રશિયા 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 1.2 બિલિયન ઇંડા પર આયાત દર ઘટાડવાનું આયોજન કરી રહ્યું છે. રોસસ્ટેટના ડેટા અનુસાર, રશિયામાં એકંદર ફુગાવો વધી રહ્યો છે. ગયા મહિને નવેમ્બરમાં, ભાવ વાર્ષિક ધોરણે 7.4% વધી રહ્યા હતા.

રશિયાના પ્રમુખ પુતિને કાર્યક્રમમાં આપી હતી ચેતવણી

રશિયાના પ્રમુખ પુતિને કાર્યક્રમમાં ચેતવણી આપી હતી કે, આ વર્ષે (2024) મોંઘવારી વધીને 8 ટકા થઈ શકે છે. રશિયાની સેન્ટ્રલ બેંકના ફુગાવાના લક્ષ્યાંક કરતાં આ બમણું છે, જેનો ઉદ્દેશ્ય ભાવને વાર્ષિક 4 ટકા વધતો રાખવાનો છે. રશિયામાં ભાવમાં તીવ્ર વધારોએ દેશના અર્થતંત્ર માટે મુશ્કેલીની નિશાની છે, જે વધતા લશ્કરી ખર્ચ અને દેશ પર પશ્ચિમી પ્રતિબંધો વચ્ચે સંઘર્ષ કરી રહી છે. અર્થશાસ્ત્રીઓ રશિયા માટે ભાવિ સંકટની આગાહી કરી રહ્યા છે. જોકે, પુતિને દાવો કર્યો છે કે, દેશ વિકાસના નવા તબક્કા તરફ આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચો :અમેરિકા અને ભારત વચ્ચે થયેલા સમજૂતી કરારને કેન્દ્રીય મંત્રીમંડળે આપી મંજૂરી

Back to top button