શિંજો આબેના હત્યારાએ 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજી સાતે તૈયાર કરેલી ગનનો ઉપયોગ કરી હોવાની શક્યતા, નેવીમાં કામ કરી ચુક્યો હતો
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને બચાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા અને તેમના પર થયેલા હુમલાના 6-7 કલાક બાદ તેમનું નિધન થયું. જાપાનમાં 60ના દશકા પછી આ પહેલી રાજકીય હત્યા થઈ છે. ત્યારે શિંજો આબેના હત્યારાએ હેન્ડમેડ શોટગનનો ઉપયોગ કર્યો હતો, જે તેણે 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજી સાથે તૈયાર કરી હતી. જોકે આ વિશે હજુ સુધી કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. સ્થાનિક મીડિયાએ શિંજો આબેના હત્યારાની ઓળખ 41 વર્ષીય તેત્સુયા યામાગામીના રૂપમાં કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે દેશની નૌસેનામાં કામ કરી ચુક્યો છે. જાપાનને સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતા 67 વર્ષીય શિંજો આબેની હત્યાએ દેશને સ્તબ્ધ કરી દીધો છે.
ફૂટેજમાં જોવા મળી રહી છે ગનની ઝલક
મીડિયા રિપોર્ટના અનુસાર હુમલાની જગ્યાએ જે ફૂટેજ લેવામાં આવ્યા છે. તેમાં જોઇ શકાય છે કે ગનમાં ધાતુનું બેરલ બનેલું હતું, જેને કાળી ટેપથી ચોંટાડવામાં આવ્યું છે. તપાસકર્તાઓ દ્વારા બંદૂકનું વિશ્લેષણ કર્યા બાદ આ હેન્ડમેડ ગનની સટીક ઓપરેશન અને ફાયરિંગ રેન્જનો ખુલાસો થવાની સંભાવના છે.
સુરક્ષાઘેરમાં હુમલાવરના પ્રવેશ પર સવાલ
જો હકિકતમાં જાપાની હત્યાએ 3D પ્રિન્ટેડ બંદૂકનો ઉપયોગ કર્યો છે, તો સવાલ ઉદભવે છે કે સુરક્ષા ઘેરા છતાં તે જાપાનના પૂર્વ વડાપ્રધાન પાસે શોટગન સાથે ઘૂસવામાં કેવી રીતે સફળ રહ્યો. જો કે નિષ્ણાંતોના મતે 3D પ્રિન્ટેડ બંદૂકને ગમે ત્યાં બનાવી શકાય છે, તેટલું જ નહીં તેને સંતાડવી પણ ખૂબ સરળ હોય છે. કાયદાના અમલીકરણ કરાવનાર એજન્સી માટે આ એક મોટી સમસ્યારૂપ છે.
બ્રિટનમાં સંભળાવવામાં આવી છે સજા
તમને જણાવી દઇએ કે લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓ માટે, 3D પ્રિન્ટરથી બનેલી બંદૂકોનો ઉપયોગ કરાવનાર લોકો સાથે જોડાયેલા ખતરાની ચર્ચા કરવામાં આવી છે. જૂન 2019 માં બ્રિટનમાં એક 26 વર્ષીય વ્યક્તિ, તેંદઇ મુસવેરેને એક 3D પ્રિંટર સાથે ગન બનાવવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જે એક ઘાતક શોટ ફાયર કરવામાં સક્ષમ હતો. ત્યારે આ મામલે પોલીસનું કહેવું હતું છે કે આ પહેલી બ્રિટિશ સજા હતી. જેને 3D પ્રિંટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી બંદૂક સાથે જોડવામાં આવી હતી.