કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની ઈનામી રકમમાં જંગી વધારો

Text To Speech
  • ગુજરાત સરકારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની ઈનામી રાશિમાં ૪ ગણો વધારો કર્યો.
  • પુરસ્કાર રાશીના વધારાનો લાભ સ્પર્ધકોને આગામી સ્પર્ધામાં મળશે.
  • રાજ્ય સરકારમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની રજૂઆતને સફળતા.

જૂનાગઢ, 15 ડિસેમ્બર: ગુજરાત સરકારે ખૂબ કઠિન ગણાતી ગિરનાર અવરોહણ સ્પર્ધાની ઈનામી રાશિમાં ખૂબ મોટો વધારો કર્યો છે. ચાર વયજૂથમાં યોજાતી રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટેના પુરસ્કારમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે રાષ્ટ્રીય કક્ષાની ૪ વયજૂથની સ્પર્ધામાં ૧ થી ૧૦ સુધીમાં ક્રમાંક મેળવનારને અગાઉ કુલ ૫.૫૦ લાખના આપતા, હવે કુલ ૧૯ લાખની ઈનામી રાશિ અપાશે. તેવી જ રીતે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કુલ ૬૬,૦૦૦ની પુરસ્કાર રાશિ વધારીને રૂ. ૮,૪૦ લાખ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ દેશ અને રાજ્યમાંથી આવતા સ્પર્ધકોને મોટી ભેટ આપી છે, જેથી સ્પર્ધકોને પ્રોત્સાહન મળવાની સાથે તેમનો ઉત્સાહ પણ વધશે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ રાજ્ય સરકારમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પુરસ્કારમાં વધારો કરવા માટે રજૂઆત કરી હતી. આમ, તેમની રજૂઆતને પણ સફળતા મળી છે.

આગામી સમયમાં યોજાનાર સ્પર્ધામાં લાભ મળશે

અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારને ૫૦,૦૦૦ જગ્યાએ રૂ.૧ લાખ અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારને રૂ.૭૦૦૦ જગ્યાએ ૫૦,૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કાર રાશીના વધારાનો લાભ આગામી સમયમાં યોજાનાર સ્પર્ધામાં મળશે.

રાજયકક્ષાની આગામી સ્પર્ધા 7 જાન્યુઆરી 2024, તેમજ રાષ્ટ્રીય કક્ષાની આગામી સ્પર્ધા 4 ફેબ્રુઆરી 2024

ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અને જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ભારતના યુવક અને યુવતીઓ માટેની અખિલ ભારત તેમજ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે રાજ્યકક્ષાની સ્પર્ધા તા.૭ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા તા.૪ ફેબ્રુઆરી-૨૦૨૪ના રોજ યોજાશે.

આ પણ વાંચો: ગુજકેટની પરીક્ષાની તારીખ બદલાઈ, બીજી એપ્રિલને બદલે 31 માર્ચે યોજાશે

Back to top button