ટોપ ન્યૂઝવર્લ્ડ

ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બને તેવી શક્યતા, દાવેદારી નોંધાવી

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના આગામી વડાપ્રધાન બની શકે છે. ઋષિ સુનકે શુક્રવારે વડાપ્રધાન બોરિસ જોન્સનના અનુગામી તરીકે કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાવા માટે તેમની ઉમેદવારી રજૂ કરી હતી. તમને જણાવી દઈએ કે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપશે. તેમની જાહેરાત બાદ પાર્ટીના નવા નેતાની પસંદગી કરવામાં આવશે જે દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળશે.

બ્રિટનના વડાપ્રધાન પદની રેસમાં કુલ પાંચ ઉમેદવારોએ ભાગ લીધો

ઋષિ સુનકના દાવા સાથે કુલ પાંચ ઉમેદવારો વડાપ્રધાન પદની રેસમાં જોડાયા છે. ગુરુવારે જ્હોન્સનની વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત બાદથી આ પદ માટે પાંચ દાવેદારો સામે આવ્યા છે, જેમાં ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન, કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ સ્ટીવ બેકર, મંત્રીઓ ગ્રાન્ટ સેપ્સ, ટોમ અને ઋષિ સુનાકનો સમાવેશ થાય છે.

હું તમારા વડાપ્રધાન બનવા માટે તૈયાર છું – સુનક

બ્રિટિશ પીએમ માટે તેમની ઉમેદવારી રજૂ કરતા ઋષિ સુનકે ટ્વિટર પર લખ્યું હતુ કે, હું કન્ઝર્વેટિવ પાર્ટીનો આગામી નેતા અને તમારા વડાપ્રધાન બનવા માટે તૈયાર છું. અર્થવ્યવસ્થાનું પુનર્નિર્માણ કરીએ અને દેશને ફરીથી જોડીએ. ઋષિ સુનક બ્રિટનના નાણામંત્રી (એક્સેકરના ચાન્સેલર)નું પદ સંભાળનાર પ્રથમ ભારતીય મૂળના રાજકારણી છે. તેમણે તાજેતરમાં બોરિસ સરકારમાંથી રાજીનામું આપ્યું હતું.

Back to top button