અમદાવાદગુજરાતટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ડીપફેક વીડિયોની કેવી રીતે ખુલશે પોલ, ફરિયાદ માટે કયો નંબર ડાયલ કરવો ?-જાણો

  • ડીપફેક વીડિયોની ઓળખાણ કરવા માટે સરકારે આપી પાંચ પદ્ધતિઓ
  • કેટરિના કૈફ અને રશ્મિકા મંદાના જેવી ઘણી મોટી હસ્તીઓ બની ચૂકી છે શિકાર

નવી દિલ્હી, 15 ડિસેમ્બર : ડીપફેક વીડિયો, તે એક એવો શબ્દ બની ગયો છે જેણે લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. અત્યાર સુધી ઘણા લોકો ડીપફેક વીડિયોનો શિકાર બની ચૂક્યા છે. જેમાં અભિનેત્રી કેટરિના કૈફ અને રશ્મિકા મંદાના જેવી ઘણી મોટી હસ્તીઓ સામેલ છે. આવી પરિસ્થિતિમાં ડીપફેક વીડિયોને કેવી રીતે ઓળખી શકાય જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સરકારે એવી પાંચ પદ્ધતિઓ આપી છે જેની મદદથી તમે ડીપફેક વીડિયોને ઓળખી શકો છો, આવો જાણીએ આ પાંચ પદ્ધતિઓ વિશેઃ

કેવી રીતે ડીપફેક વીડિયોને ઓળખી શકાય છે ?

સાયબર ફ્રેન્ડ નામના ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં સૌથી પહેલા કહેવામાં આવ્યું છે કે,

  1. ડીપફેક વીડિયોને ઓળખતી વખતે સ્કિન પર ધ્યાન આપો. સૌ પ્રથમ, ગાલ અને કપાળને ધ્યાનથી જુઓ કે ત્યાં કોઈ કરચલીઓ અથવા વધુ પડતી સ્મૂથનેસ છે કે નહીં.
  2. વિડીયોમાં ધ્યાન આપવાની બીજી વસ્તુ પડછાયા અથવા પ્રતિબિંબ છે, વીડિયોમાં કોઈ કૃત્રિમ લાઇટિંગ દેખાતી નથી.
  3. ડીપફેક વિડિયોને ઓળખતી વખતે ધ્યાનમાં લેવાની ત્રીજી બાબત ચહેરાના હાવભાવ છે, વીડિયો કુદરતી લાગે છે કે વિગતો બ્લર છે તે જોવા માટે વીડિયોને ધ્યાનથી જુઓ.
  4. જ્યારે પણ તમે ડીપફેક વિડીયોની ઓળખાણ કરો છો ત્યારે ચોથી વાતનું ધ્યાન રાખો કે તમે વિડીયોને ધ્યાનથી જોવો જો વિડીયોમાં આંખો મીંચાઈ રહી નથી, તો આ ડીપફેક વિડીયો ઓળખવાની મોટી ચાવી પણ હોઈ શકે છે.
  5. પાંચમી વસ્તુ જે તમારે વીડિયોમાં જોવાની છે તે હોઠની હિલચાલ છે. જો વિડિયો નકલી હશે તો તમને કૃત્રિમ હોઠની હલનચલન અને હોઠના અવાજ સાથે તાલમેલનો અભાવ જોવા મળશે.સાદી ભાષામાં કહીએ તો, જો વિડિયો નકલી હશે તો હોઠ અને અવાજનો એકબીજા સાથે સુમેળ જોવા મળશે નહીં.

સાયબર ક્રાઈમ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો

જો તમારી સાથે સાયબર ક્રાઈમ સંબંધિત કોઈ ઘટના બને છે, તો સમય બગાડ્યા વિના હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરો અને ફરિયાદ નોંધાવો અથવા https://cybercrime.gov.in/ પર જઈને ઘરે બેસીને ઓનલાઈન ફરિયાદ નોંધાવો.

આ પણ જુઓ :વિદ્યાર્થીઓએ ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાનો સરળ ઉકેલ શોધ્યો, જાણો

Back to top button