ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

ઇરાને ભારત સહિત 33 દેશોના નાગરિકો માટે વિઝાની પાબંધીઓ હટાવી

Text To Speech
  • ઈરાન દ્વારા વિઝાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી
  • સરકાર દ્વારા પર્યટનને પ્રોત્સાહન આપવા વિઝાની આવશ્યકતાઓ નાબૂદ કરાઇ

ઈરાન, 15 ડિસેમ્બર : ઈરાને ભારત સહિત 33 દેશોના નાગરિકો માટે વિઝાની ઘણી આવશ્યકતાઓ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. આ દેશોના નાગરિકો માટે વિઝાની જરૂરિયાતો નાબૂદ કરવામાં આવી છે. ઈરાનની સરકારના આ પગલાનો હેતુ પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે જેથી કરીને વધુને વધુ વિદેશી નાગરિકો ઈરાનની મુલાકાતે આવી શકે જેની જાણકારી ઈરાનના સાંસ્કૃતિક મંત્રી, પર્યટન અને હસ્તકળા મંત્રી એઝાતોલ્લાહ જરઘામી(Ezzatollah Zarghami) દ્વારા આપવામાં આવી હતી.

આ સુવિધા કયા-કયા દેશોના નાગરિકોને મળશે ?

એઝાતોલ્લાહ જરઘામીએ કહ્યું કે, આ નિર્ણયનો ઉદ્દેશ્ય માત્ર પર્યટનને વધારવાનો નથી પરંતુ ઈરાનને લઈને સર્જાયેલા વાતાવરણને સમાપ્ત કરવાનો પણ છે. ઉલ્લેખનીય છે કે, જે 33 દેશોના નાગરિકો માટે વિઝાની આવશ્યકતાઓ નાબૂદ કરવામાં આવી છે તેમાં ભારત, રશિયા, સંયુક્ત અરબ અમીરાત, બહેરીન, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, લેબનોન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ટ્યુનિશિયા, તાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે, મોરેશિયસ, સેશેલ્સ, ઈન્ડોનેશિયા, બ્રુનેઈ દારુસલામ, જાપાન, સિંગાપોર, કંબોડિયા, મલેશિયા, વિયેતનામ, બ્રાઝિલ, પેરુ, ક્યુબા, મેક્સિકો, વેનેઝુએલા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, સર્બિયા, ક્રોએશિયા અને બેલારુસનો સમાવેશ થાય છે.

જૂઓ બપોર સુધીના ટૉપ-10 સમાચાર અમારી યુટ્યુબ ચેનલ પર

ઈરાનમાં પર્યટકોની સંખ્યામાં આવ્યો વધારો

ઉલ્લેખનીય છે કે, ઈરાન દ્વારા જે દેશોના નાગરિકોને આ સુવિધાઓ આપવામાં આવી છે તેમાં પાકિસ્તાનનું નામ સામેલ નથી. ઈરાને પહેલાથી જ તુર્કી, અઝરબૈજાન, ઓમાન, ચીન, આર્મેનિયા, લેબનોન અને સીરિયાના લોકોને વિઝા આવશ્યકતાઓને માફ કરવાની મંજૂરી આપી છે. ઈરાની મીડિયા અનુસાર, ઈરાનમાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં 48 ટકાનો વધારો થયો છે અને તે 44 લાખના આંકડા પર પહોંચી ગયો છે.

આ પણ જુઓ :પાક. ચૂંટણી : નવાઝ શરીફ સામે પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો હશે PM પદના ઉમેદવાર, PPPની જાહેરાત

Back to top button