- એકાઉન્ટ હેક થવાની ઘટનાઓમાં ઘણો જ ઉછાળો આવ્યો છે
- શંભુપ્રસાદ ટુંડિયા ગઢડા-ઉમરાળા બેઠકના ધારાસભ્ય છે
- અગાઉ IPS હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતુ
ગુજરાત ભાજપના ધારાસભ્યનું Facebook એકાઉન્ટ હેક થયું છે. તેમાં ભાજપના ધારાસભ્યનું ફેસબુક એકાઉન્ટ હેક થતા પોતે મીડિયાને જાણકારી આપી છે. જેમાં ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: PM Modi સુરત મુલાકાતે આવશે, નવનિર્મિત હીરા બુર્સનું ઉદ્ધાટન કરશે
એકાઉન્ટ હેક થવાની ઘટનાઓમાં ઘણો જ ઉછાળો આવ્યો છે
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નકલી એકાઉન્ટ બનાવવાના અને એકાઉન્ટ હેક થવાની ઘટનાઓમાં ઘણો જ ઉછાળો આવ્યો છે. આ મામલે ગુજરાતના જાણીતા નેતાઓ, બિઝનેસમેન, વ્યવસાયિકો અને ઉચ્ચ અધિકારીઓ પણ આવા સ્કેમ્સનો શિકાર બન્યા હોવાનું સામે આવી ચૂક્યું છે. મહત્વનું છે કે આની પહેલા આઈપીએસ અધિકારી હસમુખ પટેલનું બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનવાની ઘટના સામે આવી હતી. જેની માહિતી તેમણે પોતે ટ્વિટ કરીને આપી હતી. તેમણે કહ્યું હતું કે IPS હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું . તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. ફેક FB એકાઉન્ટ બનાવનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું, મારું બનાવટી Facebook એકાઉન્ટ શરૂ કરનાર વિરુદ્ધમાં ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવ્યો. મારા નામે બનાવટી એકાઉન્ટ શરૂ કરી કોઈપણ પ્રવૃત્તિ કરવાનું ધ્યાન પર આવે તો મને તરત જ જાણ કરવા વિનંતી.
આ પણ વાંચો: ગુજરાતમાં તાપમાનનો પારો વધ્યો, જાણો ઠંડી અંગે અંબાલાલ પટેલે શું કરી આગાહી
શંભુપ્રસાદ ટુંડિયા ગઢડા-ઉમરાળા બેઠકના ધારાસભ્ય છે
શંભુપ્રસાદ ટુંડિયા ગઢડા-ઉમરાળા બેઠકના ધારાસભ્ય છે. હેકર દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટ કોમ્પ્યુટર સહિત હેક કરતા શંભુપ્રસાદ પરેશાન થયા હતા. શંભુપ્રસાદ ટુંડિયા દ્વારા આવા હેકરોને ભગવાન સદબુદ્ધિ આપે તેવી વાત સાથે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી આવા આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની કરી માગ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ મીડીયાને માહિતી આપી હતી.