- તા.16 થી 18માં ગુજરાતમાં વાદળો આવી શકે છે
- નલિયા 10.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર
- રાજકોટ 14.5 ડિગ્રી, મહુવા 17.5 ડિગ્રી તાપમાન રહ્યું
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં હાલ ઠંડીથી આંશિક રાહત મળી છે. ત્યારે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 2 ડિગ્રી જેટલો ઉંચકાયો છે. નલિયા 10.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે.
તા.16 થી 18માં ગુજરાતમાં વાદળો આવી શકે છે
અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી, ગાંધીનગર 14.9 ડિગ્રી સાથે ડીસા 13.4 ડિગ્રી તાપમાન , કંડલા 13.0 ડિગ્રી તથા વડોદરા 16.4 ડિગ્રી,સુરત 21.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ પણ હવામાન પલ્ટાવાળું રહે અને વાદળવાયું, માવઠા જેવું રહશે. જાન્યુઆરી માસ પણ ઠંડો રહે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે. સામાન્ય રીતે અરબ સાગરમાં ડિસેમ્બરમાં ક્યારેક જ સાયક્લોન બને છે. 1891થી 1960 સુધીમાં જોઈએ તો ડિસેમ્બર માસમાં અરબ સાગરમાં ત્રણ ચક્રવાત બન્યા હતા જેમાંથી એક જ મજબૂત હતું. વળી અલ નીનોના કારણે પણ ઠંડી ઓછી રહી હોય તેવું જણાય છે. ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ અંગે જોઈએ તો હાલમાં એક પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ પાકિસ્તાનમાં વાદળો આવ્યા હોય તેમ જણાય છે અને ધીરે ધીરે તા.16થી 18માં ઉત્તર ભારતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. આથી તા.16 થી 18માં ગુજરાતમાં વાદળો આવી શકે છે.
રાજકોટ 14.5 ડિગ્રી, મહુવા 17.5 ડિગ્રી તાપમાન રહ્યું
અમરેલી 16.0 ડિગ્રી, પોરબંદર 16.3 ડિગ્રી, રાજકોટ 14.5 ડિગ્રી, મહુવા 17.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. આ શિયાળામાં નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે એટલે આ વખતે જોઈએ તેવી ઠંડી પડી નથી. વળી અલ નીનોની અસરના કારણે સમુદ્રનું પાણી પણ ગરમ રહેતું હતું. જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવામાં હતા અને અરબ સાગરમાં પણ હલચલ થવામાં હતી. ગાત્રો થીજવતી ઠંડી અંગે જોઈએ તો 22-23 ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના ભાગોમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે.