ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. પરંતુ ત્રીજી અને છેલ્લી મેચ જોહાનિસબર્ગમાં રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના સુકાની એઈડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. માર્કરામે પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન અને ગેરાલ્ડ કોએત્ઝીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. જ્યારે ડોનાવન ફરેરા, કેશવ મહારાજ અને નંદ્રે બર્જરને એન્ટ્રી મળી છે. જ્યારે ભારતીય પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
દક્ષિણ આફ્રિકાની ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે
ઉલ્લેખનીય છે કે, સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ટોસ વિના રદ કરવામાં આવી હતી. જ્યારે બીજી મેચ પોર્ટ એલિઝાબેથમાં રમાઈ હતી. વરસાદના કારણે વિક્ષેપિત આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે જીત મેળવી હતી. આ રીતે ભારતીય ટીમ શ્રેણીમાં 0-1થી પાછળ છે. આ T20 સીરીઝમાં ભારતીય ટીમની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળી રહ્યા છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે તાજેતરની 5 મેચની હોમ ટી20 શ્રેણીમાં પણ કેપ્ટનશીપ સંભાળી હતી. આ સિરીઝમાં ભારતીય ટીમે પણ 4-1થી જોરદાર જીત મેળવી હતી.
T20માં ભારત Vs દક્ષિણ આફ્રિકા
કુલ મેચ: 25
ભારત જીત્યું: 13
આફ્રિકા જીત્યું: 11
અનિર્ણિત: 1
દક્ષિણ આફ્રિકામાં ભારતનો T20 રેકોર્ડ
કુલ મેચ: 14
ભારત જીત્યું: 8
ભારત હારી ગયું: 4
અનિર્ણિત: 1
ટાઇ: 1
આ મેચમાં બંને ટીમોની પ્લેઇંગ 11 છે:
ભારતીય ટીમઃ યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર.
દક્ષિણ આફ્રિકાની ટીમઃ રીઝા હેન્ડ્રિક્સ, મેથ્યુ બ્રેત્ઝકે, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, ડોનાવન ફરેરા, કેશવ મહારાજ, એન્ડીલે ફેહલુકવાયો, નાન્દ્રે બર્જર, લિઝાદ વિલિયમ્સ અને તબરેઝ શમ્સી.