ટ્રેન્ડિંગવર્લ્ડ

ઈઝરાયેલના હુમલા ચાલુ, હવે વરસાદ અને ઠંડીનો કહેર

Text To Speech

હાલમાં ગાઝામાં લોકોની જીવન અસ્ત-વ્યસ્ત થઈ રહ્યું છે. એક તરફ ઈઝરાયેલના હુમલાઓ ચાલુ છે તો બીજી તરફ વરસાદ અને ઠંડીનો ભોગ બની રહ્યા છે. આનાથી ત્યાંના લોકો ખૂબ જ પરેશાન છે. ગાઝામાં સતત વરસાદ અને ઠંડીએ પેલેસ્ટિનિયન પરિવારોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. લોકો પોતાના ઘર છોડવા મજબૂર છે. લોકો તંબુઓમાં છુપાઈને જીવી રહ્યા છે. તેમાં પણ પાણી ભરાયેલું છે.

મુશળધાર વરસાદે પેલેસ્ટાઈનીઓ માટે એક નવો પડકાર ઉભો કર્યો છે. આ ખાસ કરીને તેમના ઘર ખાલી કરનારાઓ માટે ચિંતાજનક છે. ઇઝરાયેલી સૈન્યના આદેશને અનુસરીને, તેઓએ તેમના ઘર છોડીને દક્ષિણ તરફ ભાગી જવાનું નક્કી કર્યું. ગાઝામાં સ્થિતિ સતત વણસી રહી છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ ગાઝાની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ઇઝરાયેલના ગાઝા પર બોમ્બમારો ચાલુ

યુનાઈટેડ નેશન્સે કહ્યું કે ગાઝાની સ્થિતિ હાલમાં ખૂબ જ ચિંતાજનક છે. લોકોને પાણી, ખોરાક અને દવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. વરસાદ અને પૂરના કારણે સ્થિતિ વધુ કફોડી બની છે. ગાઝામાં ઈઝરાયેલના હુમલા સતત ચાલુ છે. તેનાથી બચવા માટે હજારો પેલેસ્ટિનિયનો કોઈપણ રીતે દક્ષિણ તરફ દોડી રહ્યા છે.

ગાઝામાં અત્યાર સુધીમાં 18000 લોકોના મોત

ઈઝરાયલ-હમાસ યુદ્ધના કારણે ગાઝામાં અત્યાર સુધીમાં 18 હજાર લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ સંઘર્ષમાં લગભગ 1200 ઇઝરાયલી માર્યા ગયા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે પણ ગાઝા પર બોમ્બમારો શરૂ કર્યો. ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં 18 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.

Back to top button