ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતમાંથી નાણાંની ગેરકાયદે લેવડદેવડ કરતા 9 બાંગ્લાદેશી ઝડપાયા

Text To Speech

મુંબઈ (મહારાષ્ટ્ર), 14 ડિસેમ્બર: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચના DCP રાજતિલક રોશને કહ્યું કે, કુલ 9 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ ભારતમાંથી બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રીતે પૈસાની લેવડદેવડ કરતા હતા. આમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની શંકા છે, તેઓએ નકલી આધાર કાર્ડ બનાવ્યા હતા. ભારત આવ્યા બાદ તેણે નકલી દસ્તાવેજની મદદથી બેંક ખાતા પણ ખોલાવ્યા હતા.

નકલી દસ્તાવેજ બદલ મુંબઈમાં ધરપકડ કરાયેલા નવ બાંગ્લાદેશી નાગરિકો શહેરના સેવરી વિસ્તારમાં રહેતા હતા. ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-6એ તેમની સામે કાર્યવાહી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રાન્ઝેકશનની રકમ લાખો સુધી હોઈ શકે છે. જો કે, તપાસ ચાલુ હોવાથી ચોક્કસ રકમનો આંકડો કહી શકતા નથી. બીજી તરફ, ગેરકાયદેસર રીતે ઇમિગ્રન્ટ્સ બાંગ્લાદેશમાં નાણાંને ટ્રાન્સફર કરવા માટે કમિશન લેતા હતા. પોલીસનું એમ પણ કહેવું છે કે, તેઓ બાંગ્લાદેશમાં જરૂરિયાતમંદ લોકો માટે નાણાં ટ્રાન્સફર કરી રહ્યા હતા જેઓ કાયદાકીય રીતે ભારતમાં પ્રવેશી રહ્યા હતા. આ સિવાય તેઓ ભારતમાં ગેરકાયદે રહેતા અન્ય લોકોને પણ પૈસા ટ્રાન્સફર કરતા હતા.

અગાઉ પણ કરાઈ હતી ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે આ મહિનાની શરૂઆતમાં સેવરીમાંથી એક પુરુષ અને એક મહિલાની પણ ધરપકડ કરી હતી. બંને કમિશનના આધારે બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રીતે પૈસા મોકલતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે શનિવારે વધુ બે બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી, તેઓ સિવરીના રફી અહેમદ કિદવાઈ રોડ વિસ્તારમાં રહેતા હતા. પૂછપરછ દરમિયાન પોલીસે તે જ વિસ્તારમાંથી વધુ પાંચ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ કબજે કર્યા હતા, જે તેમણે બનાવટી દસ્તાવેજોના આધારે મેળવ્યા હતા.

આ પણ વાંચો: ડીસા: દારૂ ભરેલી ત્રણ ગાડી સહિત 8.67 લાખનો મુદ્દામાલ જપ્ત, ચારની ધરપકડ

Back to top button