ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતીય સેનાએ સિક્કિમમાં હિમવર્ષાના કારણે ફસાયેલા 800 પ્રવાસીઓને બચાવ્યા

Text To Speech

 સિક્કિમ, 14 ડિસેમ્બર: ભારતીય સેનાના જવાનોએ બુધવારે પૂર્વ સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં ફસાયેલા 800થી વધુ પ્રવાસીઓને બચાવ્યા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વૃદ્ધ લોકો, મહિલાઓ, બાળકો સહિત આ પ્રવાસીઓ હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે પૂર્વ સિક્કિમના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા હતા.

તેમણે કહ્યું કે સિક્કિમમાં ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા હાથ ધરવામાં આવેલ બચાવ કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહી અને તમામ ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત વિસ્તારોમાં લઈ જવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ પ્રવાસીઓને આશ્રય, ગરમ કપડાં, તબીબી સહાય અને ગરમ ખોરાક આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સૈનિકોએ ફસાયેલા પ્રવાસીઓને સમાવવા માટે તેમની બેરેક ખાલી કરી હતી. જો કે, ભારે હિમવર્ષાના પગલે ચક્કાજામ થયો હતો.

જવાનોની તાત્કાલિક કાર્યવાહીથી પ્રવાસીઓને ઘણી રાહત મળી હતી. જો હવામાન સારું રહેશે તો ગુરુવારે પ્રવાસીઓને રાજધાની ગંગટોક લાવવામાં આવશે.

માર્ચમાં પણ સેનાએ 900 લોકોને બચાવ્યા હતા

આ વર્ષે માર્ચમાં પણ ભારતીય સેનાના જવાનો અને સ્થાનિક પોલીસે સંયુક્ત બચાવ અભિયાન હાથ ધર્યું હતું અને 900 પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડ્યા હતા. આ પ્રવાસીઓ નાથુલા અને ત્સોમગો તળાવોથી ગંગટોક જતા ભારે હિમવર્ષા વચ્ચે અટવાયા હતા. હિમવર્ષાને કારણે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હોવાથી તેઓ રસ્તામાં અટવાઈ ગયા હતા. લગભગ 15 કિલોમીટરના વિસ્તારમાં 200 વાહનો ફસાયા હતા.

આ પણ વાંચો: શ્રીનગરમાં PMનું લાઈફ-સાઈઝ કટ-આઉટ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

Back to top button