- 24 કલાકમાં સૌથી નીચુ તાપમાન નલિયાનું
- કેશોદમાં 12 ડિગ્રી, મહુવામાં 14 ડિગ્રી તાપમાન
- આજથી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે. જેમાં 24 કલાકમાં સૌથી નીચુ તાપમાન નલિયાનું છે. 11 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર થયુ છે. તથા કંડલામાં 12 ડિગ્રી સાથે કેશોદમાં 12 ડિગ્રી, મહુવામાં 14 ડિગ્રી તાપમાન છે. તેમજ ગાંધીનગર, ડીસા, રાજકોટ, પોરબંદરમાં 14 ડિગ્રી તથા અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
અમરેલીમાં 15 અને સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન
અમરેલીમાં 15 અને સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન છે. રાજસ્થાનન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. જેમાં તાપમાન માયન્સ 1 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જ્યારે આબુના ગુરુશિખર પર તાપમાન માયનસ બે ડિગ્રી સુધી નોંધાયું છે. જેની સાથે જ સહેલાણીઓ પણ ઠંડીમાં ધ્રુજી રહ્યા હતા. રાજ્યના બીજા સ્થાનોની વાત કરવામાં આવે તો કંડલા અને કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગર, ડીસા, રાજકોટ, પોરબંદરમાં 14 ડિગ્રી સુધી પહોંચ્યું છે. તો અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 15 અને સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન સુધી પહોંચ્યું છે.
આજથી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા વર્ણવી હતી. જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવશે. જેના કારણે પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બનસમાં બંગાળના ઉપસગરના ભેજમાં ભળી જશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14થી 18 ડિસેમ્બરના રોજ, એટલે આજથી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી રહેશે. જેની ઉત્તર ભારતના ભાગો મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શકયતા રહેવાનું અનુમાન કર્યુ છે.