ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભામાં ‘સ્મોક એટેક’ કરનાર સોશિયલ મીડિયા દ્વારા મળ્યા હતા

  • સંસદની અંદર અને બહાર સ્મોક એટેક કરનાર ચાર આરોપીઓ ઝડપાયા, બેની શોધખોળ ચાલુ.
  • ચારેય આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા મળ્યા હતા, ત્યાર બાદ સંસદમાં હુમલો કરવાની યોજના બનાવી હતી.

નવી દિલ્હી 13 ડિસેમ્બર: સંસદમાં ચાલી રહેલા શિળાયુ સત્ર દરમિયાન આજે જે લોકસભામાં થયેલા સ્મોક એટેકમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 22 વર્ષ પહેલાં 13 ડિસેમ્બરે પાકિસ્તાની આતંકીઓએ હુમલો કર્યો હતો અને તેની આજે વરસી હતી. અને આજના જ દિવસે ચાર આરોપીઓ દ્વારા સંસદમાં સ્મોક એટેક કરવામાં આવ્યો છે. આ ચારેય આરોપીઓના નામ પ્રકાશમાં આવ્યા છે.

બે યુવાનોએ સંસદમાં કૂદકો માર્યો

આ દિવસોમાં સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આજે પણ ગૃહની કાર્યવાહી ચાલી રહી હતી. એવામાં બે યુવક દર્શક ગેલેરીમાંથી નીચે કૂદયા અને થોડી જ વારમાં આરોપીઓ એક ડેસ્ક પરથી બીજા ડેસ્ક પર કૂદીને આગળ વધવા લાગ્યા. પકડાય તે પહેલા તેમણે તેના જૂતામાંથી કંઈક કાઢીને છંટકાવ કર્યો. થોડી જ વારમાં સંસદમાં ભારે ધુમાડો થયો હતો.

બે આરોપીઓ સંસદ બહાર કલર ગેસ છોડ્યો અને સૂત્રોચ્ચાર કર્યા

આ જ સમયે સંસદની બહાર પણ એક ઘટના બની હતી. સંસદની બહાર એક યુવક અને યુવતીએ કલર ગેસનો છંટકાવ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે સંસદ સંકુલની બહાર હોબાળો મચી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં કુલ 6 લોકો સામેલ છે. જેમાંથી 4 આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે 2 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

 

આ ચાર આરોપીઓના નામ છે

પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. લોકસભાની અંદર જે યુવાનો કૂદ્યા હતા તેમના નામ સાગર અને મનોરંજન છે. જ્યારે આરોપીઓની ગૃહની બહારથી ધરપકડ કરવામાં આવી હતી. તેમના નામ નીલમ અને અમોલ શિંદે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સંસદની બહાર અને અંદર હંગામો મચાવનારા ચારેય આરોપીઓ એકબીજાને ઓળખે છે. આ આરોપીઓનો એક જ ઉદ્દેશ્ય હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ચારેય એકબીજાને સોશિયલ મીડિયા દ્વારા મળ્યા હતા. પછી તેણે સંસદ પર હુમલો કરવાની યોજના બનાવી હતી.

આરોપીના પરિવારે શું કહ્યું ?

 

લોકસભામાં ચાલું સત્ર દરમિયાન સંસદમાં કૂદી પડનાર મનોરંજનના પિતાને તેમના પુત્ર વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “મારો દીકરો સીધો સાદો અને પ્રામાણિક છે. સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતોને અનુસરે છે. સમાજની સેવા કરવા હંમેશા તત્પર રહે છે. સમાજ માટે કંઈક સારું કરવા માંગે છે. હંમેશા સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચે છે. મને અપેક્ષા નહોતી કે તે આવું કરશે”. તેણે કહ્યું, “મને ખબર નથી કે ત્યાં શું થયું, મનોરંજન મારો જ દીકરો છે. અમે ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ અને પ્રતાપ સિંહાના સંસદીય ક્ષેત્રમાં રહીએ છીએ. મારો દીકરો સારો છોકરો છે. અમે તેને સારી રીતે ભણાવ્યો છે. અત્યારે એ શું કરી રહ્યો છે એની મને ખબર નથી. પણ આજે જે બન્યું એ નિંદનીય છે. ભલે મારા પુત્રએ તે કર્યું હોય કે કોઈએ બીજાએ કર્યું હોય, તે ન થવું જોઈએ.”

 

સંસદની બહાર કલર ગેસ છોડનાર નીલમના ભાઈને તેમની બહેન નીલમ વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ” અમને ખબર ન હતી કે તે દિલ્હી ગઈ હતી. અમને તો એમ હતું કે તેના અભ્યાસ માટે હિસારમાં છે. સોમવારેએ અમને મળવા ઘરે આવી હતી અને ગઈ કાલે તે અભ્યાસનું કહીને ગઈ હતી. તેણીએ અભ્યાસમાં BA, MA, B.Ed, M.Ed, CTET, M.Phil અને NET પાસ કર્યું છે. તેમણે ઘણી વખત બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ખેડૂતોના વિરોધમાં પણ ભાગ લીધો હતો.”

આ પણ વાંચો: સંસદ સુરક્ષા ચૂક: ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ આરોપીઓના વતનમાં તપાસ કરશે

Back to top button