ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

છત્તીસગઢના CM તરીકે વિષ્ણુ દેવ સાયે લીધા શપથ, અરુણ સાઓ-વિજય શર્મા બન્યા DyCM

  • કાર્યક્રમમાં PM મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા સહિત અનેક ટોચના નેતાઓએ રહ્યા ઉપસ્થિત  

રાયપુર, 13 ડિસેમ્બર : છત્તીસગઢના રાયપુરમાં મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ આજે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે વિષ્ણુ દેવ સાયે આજે સીએમ તરીકે શપથ લીધા હતા. વિષ્ણુ દેવ સાયની સાથે વિજય શર્મા અને અરુણ સાઓએ ડેપ્યુટી સીએમ તરીકેના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ સહિત અનેક ટોચના નેતાઓએ હાજરી આપી હતી.

રાજ્યપાલ મંગુભાઈ સી.પટેલે ભાજપના આગેવાનોને શપથ લેવડાવ્યા હતા. આ અગાઉ સવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા મોહન યાદવે પણ આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે મોહન યાદવ ઉપરાંત જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લાએ રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા 15 ડિસેમ્બરે શપથ લેશે.

મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય છત્તીસગઢનો આદિવાસી ચહેરો

ઉલ્લેખનીય છે કે, વિષ્ણુ દેવ સાયને સર્વસંમતિથી રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. વિષ્ણુદેવ સાય કુંકુરી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે. વિષ્ણુદેવ સાય 2020થી 2022 સુધી છત્તીસગઢ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. ઉપરાંત, તેઓ PM મોદી સરકારની પ્રથમ કેબિનેટમાં સ્ટીલ, ખાણ, શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી રહી ચૂક્યા છે.

વિષ્ણુ દેવ સાય વર્ષ 1999, 2004, 2009 અને 2014માં સતત ચાર વખત રાયગઢ મતવિસ્તારમાંથી લોકસભા ચૂંટણી જીત્યા છે. છત્તીસગઢમાં સીએમ પદની રેસમાં વિષ્ણુ દેવ સાય ઉપરાંત રમણ સિંહ, રેણુકા સિંહ સહિત અન્ય ઘણા નેતાઓના નામ હતા. રાજ્યમાં ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે ભાજપ આ વખતે રાજ્યમાં આદિવાસી ચહેરાને મુખ્યમંત્રી બનાવી શકે છે. આવી સ્થિતિમાં વિષ્ણુદેવ સાય રાજ્યમાં આદિવાસીઓનો મોટો ચહેરો છે અને ત્રણ વખત રાયગઢથી સાંસદ રહી ચૂક્યા છે. તેઓ સંગઠન અને આરએસએસની નજીક છે અને પાર્ટીના કાર્યકરોમાં તેમનો સારો પ્રભાવ છે.

અરુણ સાઓ અને વિજય શર્માએ છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

 

અરુણ સાઓ અને વિજય શર્માએ છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સાઓએ તેમની રાજકીય કારકિર્દી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માટે સ્વયંસેવક તરીકે શરૂ કરી હતી, જે ભાજપના વૈચારિક ફાઉન્ટનહેડ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ છે. તેમણે ભાજપના જિલ્લા પ્રમુખ, રાજ્ય સહ-સચિવ અને એબીવીપીની રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્ય તરીકે સેવા આપી છે.

આ પણ જુઓ : મધ્યપ્રદેશને નવા મુખ્યમંત્રી મળ્યા, ‘હું ડૉ. મોહન યાદવ’.. જુઓ તસવીરોમાં શપથવિધિ

Back to top button