ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસ સાંસદના ઘરે છૂપો ખજાનો શોધવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

Text To Speech

રાંચી (ઝારખંડ), 13 ડિસેમ્બર: કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઘરમાંથી અત્યાર સુધી 350 કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. હજુ પણ આવકવેરા વિભાગના અધિકારીઓ તેમના ઘર અને ફાર્મ હાઉસની તલાશી લઈ રહ્યા છે. ITએ ધીરજ સાહુના લોહરદગા ફાર્મ હાઉસ પર ફરીથી દરોડા પાડ્યા છે, જ્યાં ઈન્કમટેક્સ અધિકારીઓ ધીરજ સાહુના ઘરની જમીનની અંદર પૈસા છુપાયેલા છે કે નહીં તે જાણવા માટે આધુનિક મશીનનો ઉપયોગ કરીને સર્વે કરી રહ્યા છે.

જિયો ફિઝિકલ મશીન દ્વારા તપાસ

મંગળવારે આવકવેરા વિભાગની ટીમને બાતમી મળી હતી કે રેડિયમ રોડ પર ધીરજ સાહુના ઘરમાં સોનું, હીરા અને અન્ય જ્વેલરી જમીનની અંદર સંતાડવામાં આવી છે. ત્યારબાદ આવકવેરા અધિકારીઓની એક ટીમ ધીરજ સાહુના ઘરે પહોંચી હતી. જિયો ફિઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા તેમના ઘરના પરિસરની તપાસ શરૂ કરવામાં આવી હતી. 13 ડિસેમ્બરના રોજ 12 આવકવેરા અધિકારીઓ તપાસ માટે લોહરદગા સ્થિત ધીરજ સાહુના ઘરે આવ્યા હતા. આઈટીની ટીમ પરિવારના ત્રણ સભ્યોને પોતાની સાથે લાવી છે. સાથે જ સીઆઈએસએફના જવાનોને સુરક્ષા માટે તૈનાત કરાયા હતા.

6 ડિસેમ્બરના રોજ આવકવેરા વિભાગે ઝારખંડ, બંગાળ અને ઓડિશામાં ધીરજ સાહુ અને તેની સાથે જોડાયેલા ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઓડિશામાં આવકવેરા વિભાગની ટીમે 350 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી છે. જો કે, નોટોના બંડલ એટલા બધા પ્રમાણમાં હતા કે ગણતરી કરતા-કરતા 29 મશીનો ઠપ પડી ગઈ હતી. હકીકતમાં દરોડા દરમિયાન મળી આવેલી જંગી સંપત્તિ સામે આવ્યા બાદ ટીમને વધારે શંકા થઈ રહી છે. તેમને લાગે છે કે ધીરજ સાહુના ઘરની જમીન નીચે પણ પૈસા છુપાયેલો હોઈ શકે છે.

આ પણ વાંચો: કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુનું વૈભવી જીવન, બંગલામાં અધધ રૂમો અને લક્ઝુરિયસ કારનો કાફલો

Back to top button