ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

“ન કોઈ અપના હૈ, ન કોઈ પરાયા” – પીએમ મોદીએ કેમ આવું કહ્યું હતું? જૂઓ વાયરલ વીડિયો

Text To Speech
  • ત્રણ રાજ્યોમાં સીએમના નવા ચહેરાની જાહેરાત બાદ પીએમ મોદીનો જુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • ન કોઈ અપના હૈ, ન કોઈ પરાયા, જો જીત કર આયે સબ મેરે: PM મોદી

HD ન્યૂઝ ડેસ્ક, 13 ડિસેમ્બર: ભાજપે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીપદના નવા ચહેરાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે રમણ સિંહ, વસુંધરા રાજે અને શિવરાજ સિંહ ચૌહાણ જેવા મોટા નેતાઓને બાજુ પર રાખીને નવા ચહેરાઓને સત્તા સોંપી છે, જે નેતાઓને સીએમ પદ સોંપ્યા છે તેમણે ક્યારે વિચાર્યં પણ ન હતું. ત્યારે ભાજપે તેઓને સીએમ પદ માટે પસંદ કર્યા છે. ભાજપના આશ્ચર્યજનક CMની જાહેરાતો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ જણાવી રહ્યા છે કે ભાજપમાં કેવી રીતે મુખ્યમંત્રી અને મંત્રીઓની પસંદગી કરવામાં આવે છે. આટલું જ નહીં, વીડિયોમાં તેઓ ભાજપના નેતાઓને મીડિયાની અફવાઓથી દૂર રહેવાની ચેતવણી આપી રહ્યા હતા.

PM મોદીનો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વીડિયો:

 

પીએમ મોદી વીડિયોમાં કહી રહ્યા છે કે, ‘એવા ઘણા લોકો હશે જે તમને ગેરમાર્ગે દોરશે. સરકારમાં એવું કંઈ નથી નક્કી હોતું કે કોઈના કહેવાથી કંઈ થઈ જાય. જે પણ કંઈ થાય છે એ નિયમો પ્રમાણે થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, “ન કોઈ અપના હૈ, ન કોઈ પરાયા હૈ. જો જીતકર આયે હૈ, સારે મેરે હૈ”. મોટી જવાબદારીઓ બહુ જ ઓછા લોકોને આપી શકાય છે. કૃપા કરીને કોઈના કહેવાથી પહોંચી ન જતા, કે તમારા ખાસ છે તમારું કામ થઈ જશે. -આ ચક્કરમાં પડતા નહીં.”

આ પણ વાંચો: CPMએ ભાજપના નેતાઓને જીવતા દફનાવવા ખાડા ખોદ્યા હતા- CM માણિક સાહા

Back to top button