ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતથી ઉપડતી વૈષ્ણોદેવી ધામની સ્પેશિયલ ટ્રેનમાં આ વસ્તુ માટે રેલવેતંત્રે પ્રતિબંધ મુક્યો

  • ટ્રેનમાં આગ લાગવાની ઘટના બાદ આ નિર્ણય લીધો
  • મુસાફરો ટ્રેનમાં અપાતા ગરમા-ગરમ નાસ્તા અને ભોજનથી વંચિત
  • રેલવેના અણઘડ નિર્ણય સામે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ

ગુજરાતથી ઉપડતી વૈષ્ણોદેવી ધામની સ્પેશિયલ ટ્રેનમાં કેટલીક વસ્તુ માટે રેલવેતંત્રે પ્રતિબંધ મુક્યો છે. જેમાં ખાસ વૈષ્ણોદેવી ધામની સ્પેશિયલ ટ્રેનમાં ગેસ સિલિન્ડર પર પ્રતિબંધ લદાયો છે. રેલવે પેન્ટ્રીમાં બેરોકટોક વપરાશ, પ્રવાસીઓ પર પાબંધી છે. ટ્રેનમાં આગ લાગવાની ઘટના બાદ સલામતીના કારણોસર રેલવેતંત્રએ આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વધી, જાણો કયુ શહેર 10 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું

ટ્રેનમાં આગ લાગવાની ઘટના બાદ સલામતીના કારણોસર રેલવેતંત્રએ આ નિર્ણય લીધો

રેલવે દ્વારા રોજિંદી ઉપાડાતી ટ્રેનોમાં ગેસ સિલિન્ડરનો બેરોકટોક ઉપયોગ થયા છે. સુરતથી માતા વૈષ્ણોદેવી જતી (FTR-ફૂલ ટેરિફ રેટ) સ્પેશિયલ ટ્રેનોમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવા ઉપર રેલવેતંત્રે પ્રતિબંધ મૂકી દીધો છે. ટ્રેનમાં આગ લાગવાની ઘટના બાદ સલામતીના કારણોસર રેલવેતંત્રએ આ નિર્ણય લીધો છે. જોકે, રેલવે દ્વારા રોજિંદી ઉપાડાતી ટ્રેનોમાં ગેસ સિલિન્ડરનો બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે સ્પેશિયલ ટ્રેનોમાં ગેસ સિલિન્ડરનો વપરાશ કરવા તંત્રએ નન્નો ભણી દીધો છે. રેલવેના આ નિર્ણયને પગલે સ્પેશિયલ ટ્રેન મારફતે માતા વૈષ્ણોદેવી જતાં હજારો શ્રદ્ધાળુઓએ સામાજિક- સેવાભાવી સંસ્થાઓ દ્વારા ટ્રેનમાં અપાતા ગરમા-ગરમ નાસ્તા અને ભોજનથી વંચિત રહેવું પડશે.

આ પણ વાંચો: ગુજરાતમાં વીજ ક્ષેત્ર નવી પહેલ, મોબાઈલની જેમ પ્રિ-પેઈડ મળશે

રેલવેના અણઘડ નિર્ણય સામે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ

ટ્રેનોમાં આગ લાગવાની બની રહેલી ઘટનાને પગલે સલામતીના ભાગરૂપે રેલવેતંત્રએ ફૂલ ટેરિફ રેટની (FTR) સ્પેશિયલ ટ્રેનોમાં ગેસ સિલિન્ડર લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. વૈષ્ણવદેવી, તિરુપતિ સહિતના ધામમાં જતી શ્રાદ્ધાળુંઓની સ્પેશિયલ ટ્રેન સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ઉપાડવામાં આવે છે. હવે આ સંસ્થાઓ ટ્રેનમાં શ્રદ્ધાળુઓને ગરમા-ગરમ નાસ્તાથી લઈને ચા-કોફી, દૂધ અને રાત્રે ભોજન પણ પૂરુ પાડતી હતી. પરંતુ આ વખતે ટ્રેનમાં સિલિન્ડરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવતા આ વખતે શ્રદ્ધાળુઓએ ફરજિયાતપણે રેલવેની પેન્ટ્રીકાર સાથે રાખી તેઓના દ્વારા પૂરું પાડવામાં આવતું ભોજન ખાવાની નોબત આવી છે. રેલવેના અણઘડ નિર્ણય સામે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Back to top button