કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

લખપતના પ્રાન્ધો ખાતે લાભાર્થીઓને સરકારી યોજનાના લાભ અપાયા

Text To Speech
  • વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારી યોજનાઓના લાભ આપવા માટે થયું આયોજન

ભુજ, 12 ડિસેમ્બર:   કચ્છના લખપત તાલુકાના પાન્ધ્રો ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. પાન્ધ્રો ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ સ્વાગત કરીને આવકાર આપ્યો હતો. મહાનુભાવોની હાજરીમાં વડાપ્રધાનશ્રીના સંદેશને રથ મારફતે સૌ ગ્રામજનોએ નિહાળ્યો હતો. સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ પાત્રતા ધરાવતા નાગરિકોને લેવા માટે ઉપસ્થિત મહાનુભાવોએ અનુરોધ કર્યો હતો.

પાન્ધ્રો - HD News
પાન્ધ્રો – Photo- information dept

પાન્ધ્રો ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પાત્રતા ધરાવતા લોકોને લાભ મળી રહે તે માટે વિવિધ યોજનાની જાણકારી અને લાભ સ્થળ ઉપર જ નાગરિકોને મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સરકારશ્રીની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, એનએફએસએ યોજના, પોષણ સહિતની યોજનાના લાભો ગ્રામજનોને આપવામાં આવ્યા હતા. પાન્ધ્રો ગામ ઓડીએફ પ્લસ જાહેર થતા સિદ્ધિને બિરદાવીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભ વિશે અભિપ્રાય આપીને સૌને સરકારશ્રીની યોજના વિશે માહિતગાર કર્યા હતા.

પાન્ધ્રો - HD News
પાન્ધ્રો – Photo- information dept

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખશ્રી વિક્રમસિંહ સોઢા, પાન્ધ્રો ગામ સરપંચશ્રી, તાલુકા વિકાસ અઘિકારીશ્રી સંજય ઉપલાણા,  IRDP શાખાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી એન એસ પરમાર,  મનરેગાના આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફીસરશ્રી બાબુલાલ બ્રાહ્મણ, ના.સરોવર પી.એચ.સી.ના મેડીકલ ઓફીસરશ્રી નિમીષાબેન મકવાણા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના પ્રતિનિધિશ્રી ડી.આર.સોલંકી, તલાટીશ્રી દર્શક પટેલ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ બાળાઓ માટે લક્ષ્મીબાઈ સ્વરક્ષણ તાલીમ યોજનાનો જૂનાગઢથી આરંભ

Back to top button