નડિયાદઃ મહિલાઓ માટે રોજગાર ભરતીમેળો તથા સ્વરોજગાર શિબિરનું આયોજન
- ઇચ્છુક ઉમેદવાર www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકશે
નડિયાદ 12 ડિસેમ્બર 2023 : જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નડિયાદમાં સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે મહિલાઓ માટે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે . જેમાં ખેડા-નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.14-12-2023ના રોજ સવારે 11:00 કલાકે રોજગાર ભરતીમેળા તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
આ રોજગાર ભરતીમેળામાં ખેડા જિલ્લાના તેમજ જિલ્લા બહારના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં 18 થી 45 વર્ષની ઉમરના ધો. 10 પાસ તેમજ 12 પાસ, I.T.I પાસ-તમામ, BRS,BSW,BBA તેમજ સ્નાતક કક્ષાનાં ઉત્તીર્ણ થયેલ ફક્ત સશક્ત મહિલા ઉમેદવાર રૂબરૂ હાજર ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે.
જોબફેર આઇ.ડી JF339822302
આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF339822302 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લાનાં જ ફક્ત મહિલા રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે
આ પણ વાંચો : કેન્દ્રએ બિપરજોય વાવાઝોડાને લઈ ગુજરાતને 338.24 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી