16 ડિસેમ્બરથી સૂર્ય કરશે આ રાશિઓનો ભાગ્યોદયઃ કોને થશે લાભ?
- સૂર્ય ગ્રહ શુભ હોય તો વ્યક્તિનો ભાગ્યોદય થાય છે અને જીવન રાજા સમાન થાય છે. કુંડળીમાં સૂર્ય દેવ અશુભ હોય વ્યક્તિએ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
16 ડિસેમ્બરથી સૂર્ય દેવ વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જ્યોતિષમાં સૂર્યને મહત્ત્વનો ગ્રહ માનવામાં આવે છે. સૂર્ય ગ્રહ શુભ હોય તો વ્યક્તિનો ભાગ્યોદય થાય છે અને જીવન રાજા સમાન થાય છે. કુંડળીમાં સૂર્ય દેવ અશુભ હોય વ્યક્તિએ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સૂર્ય દેવ ધન રાશિમાં પ્રવેશ કરશે તેનાથી અનેક રાશિઓના સારા દિવસો શરૂ થશે.
મિથુન રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન મિથુન રાશિ માટે શુભ માનવામાં આવે છે. સૂર્ય દેવની કૃપાથી ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે, વ્યવસાયમાં લાભ થશે. ભાઈ-બહેનથી મદદ મળશે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. સૂર્ય દેવ માન-સન્માન અપાવશે. પદ અને પ્રતિષ્ઠા વધશે. જીવન સાથી સાથે સારો સમય વીતાવી શકશો. કાર્યોમાં સફળતાના યોગ બની રહ્યા છે. ભાગ્યનો સાથ મળશે. નોકરી વેપાર માટે સારો સમય છે. તમારા કામની પ્રશંસા થશે. પરિવારમાંથી સારા સમાચાર મળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ શુભ માનવામાં આવે છે. 16 ડિસેમ્બર બાદનો સમય નોકરી અને વેપાર માટે શુભ રહેશે. સૂર્ય દેવની કૃપાથી ખુબ માન-સન્માન મળશે. કાર્યોમાં સફળતા મળશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળશે. પ્રમોશન કે આર્થિક લાભના યોગ છે. કોઈ નવા કામની શરૂઆત માટે સૂર્ય ગોચર લાભકારી રહેશે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ વરદાનથી કમ નથી. લેવડ-દેવડ માટે સારો સમય છે.
ધન રાશિ
સૂર્ય ધન રાશિમાં જ પ્રવેશ કરી રહ્યો છે. ધન રાશિમાં સૂર્યનો પ્રવેશ શુભ માનવામાં આવે છે. પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે. નોકરી શોધી રહેલા લોકોને શુભ પરિણામ મળશે. આત્મવિશ્વાસ વધશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. ધન લાભ થશે અને આર્થિક પક્ષ મજબુત થશે. ધન સાથે જોડાયેલી બાબતોમાં સફળતા મળશે. સમાજમાં માન-સન્માન વધશે. રોકાણથી લાભ થશે.
આ પણ વાંચોઃ સવારે ઉઠતા જ અનુભવો આ લક્ષણો, તો એ છે હાર્ટ એટેકની નિશાની