ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાન: લશ્કરી મથક પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 23 જવાનો માર્યા ગયા

Text To Speech

ઈસ્લામાબાદ (પાકિસ્તાન), 12 ડિસેમ્બર: પાકિસ્તાનમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ એક આત્મઘાતી હુમલો હતો. ખૈબર પખ્તુનખ્વામાં ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના દરબાન વિસ્તારમાં આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલી કાર એક ઈમારતમાં ઘુસાડી દીધી હતી. આ હુમલામાં 23 જેટલા જવાનો શહીદ થયા છે. જ્યારે 34 જવાનો ઘાયલ થયા છે. ડેરા ઈસ્માઈલ ખાનનો દરબાન એવો જિલ્લો છે જ્યાં આતંકવાદી ગતિવિધિઓ વધી રહી છે. આ જિલ્લો ખૈબર પખ્તુનખ્વાની નજીક છે અને આ સ્થળ તહરીક-એ-તાલિબાન (TTP)નો ગઢ છે. જેના કારણે દરબાન પણ આતંકવાદી ઘટનાઓનો ભોગ બની રહ્યા છે.

આર્મી બેઝને નિશાન બનાવવામાં આવ્યું 

ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ એક પોલીસ સ્ટેશન અને આર્મી બેઝને નિશાન બનાવ્યા છે. બ્લાસ્ટને કારણે પોલીસ સ્ટેશનના ત્રણ રૂમ ધરાશાયી થયા છે. ઈમારતોના કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાની બચાવ કામગીરી ચાલી રહી છે. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે. જો કે, આ હુમલામાં 23 જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. જિયો ન્યૂઝ અનુસાર, ફાયરિંગ દરમિયાન સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને પણ ઠાર કર્યા હતા.

તહરીક-એ-તાલિબાને હુમલાની લીધી જવાબદારી

તહરીક-એ-તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જારી કરાયું છે. જેમાં વચગાળાના વડા પ્રધાન અનવારુલ હક કાકરે ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં સુરક્ષા દળો પરના આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી. શહીદો અને ઘાયલોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં બીજા લગ્ન કરનાર એક વ્યક્તિને ત્રણ વર્ષની જેલની સજા

Back to top button