સવારે ઉઠતા જ જો અનુભવાય આ લક્ષણો તો હોઈ શકે છે હાર્ટ એટેકનો ખતરો!
- ભારતમાં ગયા વર્ષે 32,457 લોકોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયા છે. હાર્ટ એટેકનો ડર પહેલા વડીલોને જ સતાવતો હતો, પરંતુ હવે નાની ઉંમરમાં પણ વ્યક્તિ તેનો ભોગ બને છે.
આજે મોટાભાગના લોકો હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓના ખતરાને ઘટાડવા માટે પોતાની લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીમાં બદલાવ લાવી રહ્યા છે, જોકે તેના જોઈએ તેવાં પરિણામો મળી રહ્યા નથી. ભારતમાં ગયા વર્ષે 32,457 લોકોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયા છે. હાર્ટ એટેકનો ડર પહેલા વડીલોને જ સતાવતો હતો, પરંતુ હવે નાની ઉંમરમાં પણ વ્યક્તિ તેનો ભોગ બને છે. ઠંડીની સીઝનમાં હાર્ટ સાથે જોડાયેલા દર્દીઓની સંખ્યા અનેક ગણી વધી જાય છે. જો તમે પણ તેનાથી બચવા ઈચ્છતા હો તો તમારે તમારી લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીની રીતમાં પરિવર્તનો લાવવા પડશે. જો તમને સવારે ઉંઘીને ઉઠ્યા બાદ શરીરમાં અમુક સંકેતો દેખાય તો તમે તેને ઓળખીને હાર્ટ એટેકની સમયસર સારવાર કરાવી શકો છો.
સવારના સમયે વધુ પરસેવો આવવો
જો તમને સવારે ઉઠ્યા બાદ વધુ પરસેવો આવવાની સમસ્યા રહેતી હોય તો તેને નજરઅંદાજ ન કરો. જ્યારે તમારુ હાર્ટ યોગ્ય રીતે બ્લડને પંપ ન કરી શકે તો તેને કામ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે અને આ કારણે પરસેવો આવે છે.
છાતીમાં દુઃખાવો થવો
ઠંડીમાં રોજ સવારે ઉઠ્યા બાદ તમને છાતીમાં દુખાવો થતો હોય અથવા ભારેપણું અનુભવાતું હોય તો તેને નજરઅંદાજ ન કરો. તે હાર્ટ સાથે જોડાયેલી બીમારીનાં લક્ષણ છે. મોટાભાગના દર્દીઓમાં તે જોવા મળે છે.
સવારના સમયે શ્વાસ ચઢવો
સવારે ઉઠીને તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અથવા તો મોર્નિંક વોક કરતા હો ત્યારે તમને શ્વાસ ચઢી જતો હોય તો તેને ઈગ્નોર ન કરો, જો લાંબા સમયથી તમારી સાથે આ થઈ રહ્યું હોય તો 100 ટકા હેલ્થ સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે. આ હાર્ટ એટેકના જ લક્ષણ છે. તાત્કાલિક ડૉક્ટરને બતાવો.
ખાંસી આવવી
સવારે ઉઠ્યા બાદ જો તમને ખાંસી આવતી હોય, સાથે સાથે છાતીમાં ભારેપણું લાગતું હોય તો તે હેલ્થ માટે યોગ્ય નથી.
ગભરામણ થવી કે ચક્કર આવવા
સવારે ઉઠીને રોજ તમને ચક્કર આવતા હોય કે પછી ગભરામણ થઈ રહી હોય તો ડૉક્ટરને જરુર બતાવો. હેલ્થ એક્સપર્ટ્સની વાત માનીએ તો બ્લડ પંપ કરવાની ક્ષમતા ઘટવાના કારણે બ્લડ પ્રેશર ઘટે છે અને તે કારણે ક્યારેક બેઠા બેઠા પણ ચક્કર આવવા લાગે છે.
ડાબા હાથમાં દુખાવો થવો
રોજ સવારે ઉઠીને તમને ડાબા હાથમાં દુખાવો થઈ રહ્યો હોય અને તે દુખાવો જડબા સુધી થતો હોય તેમજ કેટલાય મહિનાઓથી થઈ રહ્યો હોય તો હેલ્થનું ખાસ ધ્યાન રાખો અને ફુલ બોડી ચેકઅપ કરાવો.
એન્ગ્ઝાઈટીનો અનુભવ થવો
રોજ સવારે ઉઠ્યા બાદ તમને એન્ગ્ઝાઈટીનો અનુભવ થઈ રહ્યો હોય કે પછી સ્ટ્રેસ જેવું લાગી રહ્યું હોય તો હાર્ટ સાથે જોડાયેલી બીમારીનો ખતરો છે.
આ પણ વાંચોઃ ઓવનમાં આ વસ્તુઓને ગરમ કરશો તો થશે ભારે નુકશાનઃ જાણી લો કેમ