સોનિયા ગાંધીએ કોને કહ્યું, આજ બહુત કલરફુલ લગ રહે હો..?
- સોનિયા ગાંધી સંસદમાં પહોંચ્યાં ત્યારે અધીર રંજન ચૌધરીને જોયા અને તેમના કપડાના વખાણ કર્યા. આ ક્ષણનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
નવી દિલ્હી, 12 ડિસેમ્બર: સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને આ દરમિયાન સોનિયા ગાંધી આજે સત્રમાં ભાગ લેવા સંસદ પહોંચ્યાં હતાં. સોનિયા ગાંધી પોતાની કારમાં સંસદ પહોંચ્યા. તેમના સ્વાગત માટે કોંગ્રેસના નેતાઓની ભીડ ઉમટી પડી હતી. અહીં, સ્વાગત માટેની લાઈનમાં લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ હાથ જોડીને અને માથું નમાવીને પહેલા ઊભા હતા. તેમને જોઈને સોનિયા ગાંધી હસ્યાં અને અધીર રંજન ચૌધરીની પ્રશંસા કરી.
સોનિયા ગાંધીના વખાણ સાંભળીને અધીર રંજન ચૌધરી ખુશ થઈ ગયા
અધીર રંજન ચૌધરી સોનિયા ગાંધીને આવકારવા ઊભા હતા. જેવી જ સોનિયા ગાંધીની કાર સંસદમાં પહોંચી અને તેઓ કારમાંથી બહાર આવ્યા ત્યારે અધીર રંજન ચૌધરી તેમની સામે હાથ જોડીને ઊભા હતા. તેમને જોઈને સોનિયા ગાંધીના ચહેરા પર સ્મિત આવી ગયું અને અધીર રંજન ચૌધરીના કપડા તરફ જોઈને તેમણે કહ્યું- “લુકિંગ કલરફુલ ટુડે” તમે આજે ખૂબ જ રંગીન દેખાઈ રહ્યા છો. આ સાંભળીને ત્યાં ઊભેલા બાકીના લોકો અને અધીર રંજન ચૌધરી જોરથી હસ્યા.
જૂઓ વીડિયો
#WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the Parliament for its winter session proceedings. pic.twitter.com/4HbkssFmn0
— ANI (@ANI) December 12, 2023
ત્યાં હાજર ન્યૂઝ એજન્સી ANIએ આ આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી હતી, આ ઉપરાંત અન્ય ઘણા લોકોએ પણ આ ક્ષણ રેકોર્ડ કરી. ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: મને મારવા ગુંડા મોકલવામાં આવ્યાઃ કેરળના રાજ્યપાલે કર્યો ગંભીર આક્ષેપ