ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટકમાં 42 વર્ષીય મહિલાને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી, 7 આરોપીની ધરપકડ

બેંગલુરુ (કર્ણાટક), 12 ડિસેમ્બર: કર્ણાટકમાં એક અત્યંત ઘૃણાસ્પદ ઘટના બની છે. રાજ્યના બેલગામ જિલ્લામાં મહિલાને નગ્નવસ્થામાં ફેરવવાના મામલે સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. 42 વર્ષીય મહિલાને મારપીટ કરી ગામમાં નગ્ન હાલતમાં ફેરવવામાં આવી હતી. ત્યારબાદ તેને વીજળીના થાંભલા સાથે બાંધી દેવામાં આવી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મહિલાનો પુત્ર એક યુવતી સાથે ભાગી જતા આ ઘટના બની હતી. યુવતીની સગાઈ બીજા છોકરા જોડે થવાની હતી. જો કે, છોકરીના પરિવારને તેના પ્રેમી વિશે ખબર પડતાં તેમણે છોકરાના ઘર પર હુમલો કર્યો. તેમણે તેમના ઘરને નુકસાન પણ પહોંચાડ્યું અને તેની માતાને ખેંચીને લઈ ગયા.

વિસ્તારમાં પોલીસને તૈનાત કરવામાં આવી

માતા જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે 15 જેટલા લોકોએ તેના જોડે અમાનવીય કૃત્ય આચર્યું હતું. પ્રેમીના માતાના કપડાં ફાડી નાખ્યા અને નગ્ન કરી તેને આખા ગામમા ફેરવી. જો કે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ગામડામાં પહોંચી અને મહિલાને મુક્ત કરાવી. તેમજ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.

બેલગવી પોલીસ કમિશનર સિદ્ધારમપ્પાએ જણાવ્યું હતું કે 24 વર્ષીય અશોક અને 18 વર્ષીય પ્રિયંકા બંને એક જ સમુદાય અને એક જ ગામના છે અને એકબીજાના પ્રેમમાં હતા. બંને સોમવારે રાત્રે લગભગ 12.30 વાગે ગામમાંથી ભાગી ગયા હતા. પોલીસે જણાવ્યું કે આનાથી ગુસ્સે થઈને છોકરીના માતા-પિતા અને સંબંધીઓ છોકરાના ઘરમાં ઘૂસી ગયા અને તેની માતા સાથે અમાનવીય વર્તન કર્યું. ત્યારબાદ કાર્યવાહી કરી સાત લોકોની અટકાયત કરાઈ છે.

મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પીડિતાને ન્યાય આપવાનું જણાવ્યું

આ અમાનવીય ઘટના પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, જે લોકોએ આ કૃત્ય આચર્યું છે તેમની સામે કડક કાર્યવાહી કરાશે. આનાથી સમગ્ર માથાનું શરમથી ઝૂકી ગયું છે. અમારી સરકાર આવા ધિક્કારપાત્ર કૃત્યોને સહન કરશે નહીં. તેમણે એમ કહ્યું કે, ગુનેગારોને કડકમાં કડક સજા અપાવવા માટે કાર્યવાહી કરીને પીડિત પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી અમારી છે. બીજી તરફ, રાજ્યના ગૃહમંત્રી જી.પરમેશ્વરે આ ઘટનાને અમાનવીય ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. તેમજ ભાગી ગયેલા પ્રેમી-પ્રેમિકાને શોધીને પાછા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: અયોધ્યાના રામ મંદિરના મહંતનો ફોટો વાયરલ કરનાર કોંગ્રેસ આઈટી સેલનો કર્મચારી ઝડપાયો

Back to top button