ગુજરાતટોપ ન્યૂઝ

લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપના 156 MLAને કમ્પ્યૂટર ઓપરેટેર સાથે હાજર રહેવા આદેશ

  • જિલ્લા સંગઠનોના પ્રમુખોને કોબા સ્થિત શ્રી કમલમે હાજર થવા આદેશ કર્યો
  • લોકસભાની ચૂંટણી પૂર્વે ગ્રાઉન્ડ ઉપર ભાજપના કાર્યકરોને દોડતા કરવા આદેશ
  • ધારાસભ્યો, પ્રમુખો અને તેમના કમ્પ્યુટર ઓપરેટરોને ખાસ ટ્રેનિંગ અપાશે

ભાજપના 156 MLAને કમ્પ્યૂટર ઓપરેટેર સાથે હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં પેજ સમિતિઓનું સોફ્ટવેર MLAને સોંપી દેવાશે. ધારાસભ્યો પેજ સમિતિઓ સાથે બેઠક યોજીને પોતાના ક્ષેત્રમાં સ્થાનિક તંત્રને દોડતું રાખશે.

આ પણ વાંચો: ગુજરાતમાં તલાટીની પરીક્ષા માટે આવ્યા નવા નિયમ, કોલેજ પાસને થશે ફાયદો 

જિલ્લા સંગઠનોના પ્રમુખોને કોબા સ્થિત શ્રી કમલમે હાજર થવા આદેશ કર્યો

સરકારી યોજનાઓના પ્રચાર પ્રસારની સાથે ટેકનોલોજી આધારિત વ્યુહાત્મક પધ્ધતિ પર ફોકસ વધાર્યુ છે. લોકસભાની ચૂંટણી પૂર્વે ગ્રાઉન્ડ ઉપર ભાજપના કાર્યકરોને દોડતા કરવા પ્રદેશ ભાજપ પ્રમુખે મંગળવારે 156 ધારાસભ્યો અને જિલ્લા સંગઠનોના પ્રમુખોને કોબા સ્થિત શ્રી કમલમે હાજર થવા આદેશ કર્યો છે. ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખોને મંગળવારે સાંજે પોતાના કમ્પ્યુટર ઓપરેટરને સાથે લાવવા કહેવાયુ છે. જેથી હાલમાં પ્રદેશ કક્ષાએથી નિયમન થઈ રહેલી પેજ સમિતિઓનું સંચાલન અને આવી સમિતિઓ દ્વારા સ્થાનિક ક્ષેત્રોમાં રાજકીય કાર્યક્રમો, સરકારી યોજનાઓનો પ્રચાર- પ્રસાર અને અમલ હવે જે તે ક્ષેત્રના ધારાસભ્ય અને પ્રમુખોને હસ્તક રહી શકે.

આ પણ વાંચો: અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ આરટીઓ કચેરીમાં ધરમધક્કા 

ધારાસભ્યો, પ્રમુખો અને તેમના કમ્પ્યુટર ઓપરેટરોને ખાસ ટ્રેનિંગ અપાશે

ભાજપે હવે કાર્યકરોની ફોજને આધારે ચૂંટણી વ્યવસ્થાપન અને સરકારી યોજનાઓના પ્રચાર પ્રસારની સાથે ટેકનોલોજી આધારિત વ્યુહાત્મક પધ્ધતિ પર ફોકસ વધાર્યુ છે. વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ત્યારબાદ વર્ષ 2022ના અંતે વિધાનસભા ચૂંટણીમાં પેજસમિતિઓ દ્વારા પોતાના તરફ મતદાન કરાવવામાં આવી સમિતિઓ સફળ રહ્યાનુ કહેવાય છે. આથી, આગામી લોકસભા ચૂંટણીમાં પણ પેજ સમિતિનો મહત્તમ ઉપયોગ કરવા તેનું આખેઆખુ માળખુ- સોફ્ટવેર વિધાનસભા મતક્ષેત્ર અને જિલ્લાવાર વિભાજીત કરીને જે મતક્ષેત્રમાં ભાજપના ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખોને તબદિલ કરવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બેઠક બોલાવી છે. જેમાં 156 ધારાસભ્યો અને 33 જિલ્લા, આઠ મહાનગરોના પ્રમુખો તેમજ તેમના કમ્પ્યુટર ઓપરેટરોને ખાસ ટ્રેનિંગ અપાશે.

Back to top button