અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ આરટીઓ કચેરીમાં ધરમધક્કા
- રાજ્યમાં અંદાજે પાંચ હજારથી વધુ ડ્રાઇવીંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ
- 50 ટકા અરજદારોને પરત જવું પડયું હતું
- વાહનના લાઇસન્સની કામગીરી ઠપ ગઇ હતી
અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ આરટીઓ કચેરીમાં લોકોને ધરમધક્કા પડ્યા છે. જેમાં રાજ્યની RTOમાં સર્વર-ડાઉન થતાં આશરે અઢી હજાર અરજદારો ટેસ્ટ આપી શક્યા ન હતા. કેટલાય સમયથી અઠવાડિયાના પહેલા જ દિવસે એકસરખી સમસ્યા થાય છે.
આ પણ વાંચો: અમદાવાદના રિવરફ્રન્ટમાં ખાણીપીણી બજાર શરૂ થશે, 8 ફૂડ વાન માટે ટેન્ડર પ્રોસેસ
વાહનના લાઇસન્સની કામગીરી ઠપ ગઇ હતી
ઉપચાર કરવાના બદલે તંત્રે બાકી ડ્રાઇવિંગ ટેસ્ટ આગળની તારીખે ધકેલી દીધા છે. સમગ્ર રાજ્યમાં અંદાજે પાંચ હજારથી વધુ ડ્રાઇવીંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ છે. અમદાવાદ સહિત રાજ્યની વિવિધ આરટીઓ કચેરી અને કેટલીક આઇટીઆઇ સંસ્થાઓમાં છેલ્લા કેટલાક સમયથી સપ્તાહના પ્રથમ દિવસે જ સર્વરની સમસ્યા છતાં વિભાગના અધિકારીઓ નિદ્રામાં જોવા મળી રહ્યા છે. સોમવારે સર્વરના ડાઉનથી આરટીઓમાં બપોર પછી વાહનના લાઇસન્સની કામગીરી ઠપ ગઇ હતી. વાહનવ્યવહાર વિભાગે કહ્યું કે, આજે રાબેતા મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં તલાટીની પરીક્ષા માટે આવ્યા નવા નિયમ, કોલેજ પાસને થશે ફાયદો
સમગ્ર રાજ્યમાં અંદાજે પાંચ હજારથી વધુ ડ્રાઇવીંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ
રાજ્યની વિવિધ આરટીઓ કચેરીમાં વાહનના ડ્રાઇવીંગ ટેસ્ટ માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લઇને આવેલા અરજદારો બેઠા હતાં ત્યારે જ સર્વર ડાઉન થઇ જતાં બપોર પછી કામગીરી ઠપ થઈ ગઈ હતી. સમગ્ર રાજ્યમાં અંદાજે પાંચ હજારથી વધુ ડ્રાઇવીંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ છે. જેમાંથી 50 ટકા અરજદારોને પરત જવું પડયું હતું. વાહનનો ટેસ્ટ આપવા કેટલાક દીકરા-દીકરીઓ પોતાના પરિવારના સદસ્યો સાથે અને નોકરી-ધંધા કરનાર અરજદારો રજા લઇને આરટીઓ કચેરીમાં લાઇનમાં બેઠા હતાં ત્યારે જ સર્વર ડાઉન થઇ ગયું હતું. દોઢ કલાક સુધી સર્વર ચાલુ નહીં થતાં ઘરે પરત જવાનો વારો આવ્યો હતો.