ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ન્યૂયોર્કમાં છ માળની ઈમારતનો એક ખૂણો પત્તાની જેમ ધરાશાયી થયો

Text To Speech

ન્યૂયોર્ક (અમેરિકા), 12 ડિસેમ્બર: ન્યૂ યોર્ક સિટીના બ્રોન્ક્સમાં છ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. જોકે, સદનસીબે કોઈનું મૃત્યુ કે ગંભીર ઈજા થઈ ન હતી. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગને ખાલી કરતી વખતે બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. 1915 બિલિંગ્સલે ટેરેસ ખાતે આંશિક રીતે ધરાશાયી થયેલી ઇમારતમાંથી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, બિલ્ડિંગમાં 47 રહેણાંક મકાનો અને છ બિઝનેસ યુનિટ હતા.

બિલ્ડિંગ ધરાશાયી થતાં કેટલીક જગ્યાએ કાટમાળ 12 ફૂટ ઊંચો હતો. ત્યાંના એક રહેવાસી જુલિયન રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે જ્યારે તેણે બિલ્ડિંગ પડવાનો ધડાકાભેર અવાજ સાંભળ્યો ત્યારે તે કાઉન્ટરની પાછળ હતો. અકસ્માતની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ન્યુયોર્ક પોલીસને બપોરે 3:38 કલાકે કોલ આવ્યો કે ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ છે. તેમણે વિસ્તારના લોકોને સૂચના આપી છે કે, અહીં મોટાપ્રમાણમાં કાટમાળ રસ્તા પર વિખરાયેલો હોવાથી લોકો આ વિસ્તારમાં આવવાનું ટાળે.

જો કે, આ ઘટનાના પગલે બ્રોન્કસમાં અરજાકતા ફેલાઈ હતી. ધરાશયી ઈમારતને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બીજી તરફ, આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ અને તેના પાછળનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ ત્યાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કરાચીમાં બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, 11નાં મૃત્યુ અને ડઝનબંધ ઘવાયા

Back to top button