મધ્યપ્રદેશના નવા મુખ્યપ્રધાન મોહન યાદવ, જાણો તેમની પ્રોફાઈલ
- મોહન યાદવ મધ્યપ્રદેશના નવા સીએમ બનશે. મોદન યાદવ હાલમાં રાજ્યની ઉજ્જૈન દક્ષિણ સીટથી ધારાસભ્ય છે
ભોપાલ, 11 ડિસેમ્બર: 3 ડિસેમ્બરે જાહેર થયેલા વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપે ત્રણ રાજ્યોમાં જીત મેળવી હતી. જ્યારથી ચૂંટણી પરિણામ આવ્યા ત્યારથી જ મુખ્યમંત્રીના ચહેરાની ચર્ચાઓ થઈ રહી હતી કે, ભાજપ કોઈ નવા ચહેરાને સીએમની કમાન સોંપી શકે છે. અનુમાન મુજબ ભાજપે રાજ્યમાં નવો ચહેરો આપ્યો છે. મોહન યાદવ મધ્યપ્રદેશના નવા સીએમ બનશે. મોહન યાદવ હાલમાં રાજ્યની ઉજ્જૈન દક્ષિણ સીટથી ધારાસભ્ય છે. તેઓ આ સીટ પરથી 2013, 2018 અને 2023માં ચૂંટણી જીત્યા છે.
શિવરાજસિંહે જ પ્રસ્તાવ મૂક્યો
મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવનું નામ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતે જ પ્રસ્તાવિત કર્યું છે. શરૂઆતથી જ એવા અહેવાલો હતા કે ભાજપ આ વખતે શિવરાજની જગ્યાએ બીજા કોઈને મુખ્યમંત્રીપદ પર નિયુક્ત કરી શકે છે. શિવરાજે પોતે પણ કહ્યું હતું કે પાર્ટી તેમને જે પણ કામ આપે તે કરવા તેઓ તૈયાર છે. માનવામાં આવી રહ્યું છે કે શિવરાજ સિંહ ચૌહાણને ટૂંક સમયમાં કેન્દ્રીય રાજકારણમાં બોલાવવામાં આવી શકે છે.
શિવરાજ સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું
મધ્યપ્રદેશના નવા સીએમ ચહેરાની જાહેરાત થતાંની સાથે જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યપાલ મંગુભાઈ સી. પટેલને પોતાનું રાજીનામું આપ્યું છે.
#WATCH भाजपा नेता मोहन यादव के मध्य प्रदेश के नए मुख्यमंत्री चुने जाने के बाद भाजपा नेता शिवराज सिंह चौहान ने राज्यपाल मंगूभाई सी. पटेल को अपना इस्तीफा सौंपा। pic.twitter.com/UHkhTopYYz
— ANI_HindiNews (@AHindinews) December 11, 2023
મોહન યાદવ સંઘની નજીકના કહેવાય છે
મોહન યાદવ શિવરાજ સિંહ ચૌહાણની સરકારમાં ઉચ્ચ શિક્ષણમંત્રીનું પદ સંભાળી ચુક્યા છે. તેઓ 2013માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. મોહન યાદવ ABVP અને સંઘ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. વર્ષ 1984માં મોહન યાદવ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શહેર મંત્રી તરીકે ચૂંટાયા હતા.
- મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ પહોંચ્યા રાજભવન ખાતે, રાજ્યપાલ મંગુભાઈ સી. પટેલને મળ્યા
#WATCH मध्य प्रदेश के मनोनीत मुख्यमंत्री मोहन यादव ने राजभवन में राज्यपाल मंगूभाई सी. पटेल से मुलाकात की और सरकार बनाने का दावा पेश किया। pic.twitter.com/RivYeYyGlu
— ANI_HindiNews (@AHindinews) December 11, 2023
વિવાદો સાથે પણ જોડાયેલા છે મોહન યાદવ
મોહન યાદવ મધ્યપ્રદેશના નવા સીએમ બનશે, તેઓ વિવાદો સાથે લાંબા સમયથી જોડાયેલા છે. 2020ની પેટાચૂંટણી દરમિયાન અસભ્ય ભાષાના ઉપયોગને કારણે ચૂંટણી પંચે તેમના પર એક દિવસ માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. મોહન યાદવ મધ્યપ્રદેશના રાજકારણમાં ભાજપનો મજબૂત યાદવ ચહેરો માનવામાં આવે છે.
મધ્યપ્રદેશના નવા ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત
સીએમના નામની જાહેરાત સાથે જ પાર્ટીએ ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત કરી છે. રાજેન્દ્ર શુક્લા અને જગબીર દેવડા ડેપ્યુટી સીએમ હશે. આ સિવાય નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભાના સ્પીકર હશે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશ: જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુકલાને મળ્યું ડેપ્યુટી સીએમનું પદ, જાણો તેમની પ્રોફાઈલ