ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્યપ્રદેશમાં નવા મુખ્યપ્રધાન મોહન યાદવ, ભાજપે સરપ્રાઈઝ પરંપરા જાળવી

Text To Speech

ભોપાલ, 11 ડિસેમ્બર: મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદ કોણ સંભાળશે તે અંગે ઘણા દિવસોથી ચાલી રહેલી સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવનાને મધ્યપ્રદેશના સીએમ ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં 3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે આઠ દિવસ પછી પાર્ટી હાઈકમાન્ડે તેમનું નામ ફાઈનલ કર્યું હતું. મોહન યાદવ ત્રીજી વખત ઉજ્જૈન દક્ષિણથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. યાદવ જુલાઈ 2020 થી 2023 સુધી શિક્ષણ મંત્રી હતા અને 2013 થી સતત ધારાસભ્ય છે.

સીએમના નામની જાહેરાત સાથે જ પાર્ટીએ ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત કરી છે. રાજેન્દ્ર શુક્લા અને જગબીર દેવડા ડેપ્યુટી સીએમ હશે. આ સિવાય નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભાના સ્પીકર હશે.

  • મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે મોહન યાદવનું નામ જાહેર થતાની સાથે જ શિવરાજ સિંહ ચૌહાણ સહિતના ભાજપના નેતાઓએ મોહન યાદવને અભિનંદન પાઠવ્યા, વીડિયો

સીએમ તરીકે નામની જાહેરત થતાં જ મોહન યાદવે કહ્યું કે, “મને આશા છે કે મને બધાનું સમર્થન મળશે”. તેમણે વધુમાં કહ્યું કે, “ભાજપે નાના કાર્યકરને સીએમ બનાવ્યો”.

મોહન યાદવ મુખ્ય મંત્રી બન્યા બાદ તેમના પિતા પૂનમ ચંદ યાદવને સવાલ પુછવામાં આવ્યો કે તમારે દિકરો મુખ્યમંત્રી બન્યો છે, તમને કેવુ લાગી રહ્યુ છે ? ત્યારે મોહન યાદવના પિતાએ કહ્યું કે, “અચ્છા લગ રહા હૈ..”

 

કોણ છે મોહન યાદવ?

મધ્યપ્રદેશના આગામી મુખ્યમંત્રી મોહન યાદવ 58 વર્ષના છે અને ત્રીજી વખત ઉજ્જૈન દક્ષિણથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. યાદવ જુલાઈ 2020 થી 2023 સુધી શિક્ષણ મંત્રી હતા અને 2013 થી સતત ધારાસભ્ય છે. આ વખતે તેઓ 12941 મતોથી ચૂંટણી જીત્યા છે. મોહન યાદવ 1984થી ABVP સાથે જોડાયેલા છે. આ ઉપરાંત RSS સાથે પણ સંકળાયેલા છે. મોહન યાદવ 2004 થી 2010 સુધી ઉજ્જૈન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન હતા.

સીએમ પદની રેશમાં કોણ કોણ હતા ?

મધ્યપ્રદેશના સીએમ તરીકે શિવરાજ સિંહ ચૌહાણ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ, કૈલાશ વિજયવર્ગીય, વીડી શર્મા અને જ્યોતિરાદિત્ય સિંધિયા સીએમ પદની રેસમાં હતા, પરંતુ ભાજપે સરપ્રાઈઝ પરંપરા મુજબ મોહન યાદવને સીએમ તરીકે પસંદ કર્યા છે.

આ પણ વાંચો: મહુઆ મોઇત્રાએ સંસદની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

Back to top button