લો બોલો, સંતરાની પણ હોઈ શકે છે સાઈડ ઈફેક્ટ્સ! દિવસમાં કેટલા ખાશો?

- સંતરામાં પાણી વધુ અને વિટામીન-સી હોય છે. તે શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે ઈમ્યુનિટીને બુસ્ટ કરવામાં પણ મદદ કરે છે. આરોગ્ય માટે સંતરા ફાયદાકારક છે. જોકે સંતરાનું વધુ સેવન કરવાથી નુકશાન થઈ શકે છે.
ઠંડીની સીઝન શરૂ થઈ ચુકી છે અને માર્કેટમાં સંતરા દેખાવા લાગ્યા છે. સ્વાદમાં ખાટ્ટા-મીઠા સંતરા ઘણા લોકોને પસંદ પડતા હોય છે. આપણે સવારે કે બપોરના સમયે સંતરા ખાઈ શકીએ છીએ. શું તમે જાણો છો સંતરાની પણ સાઈડ ઈફેક્ટ્સ હોય છે? જો તેનું સેવન સાંજના સમયે કરવામાં આવે તો શરદી-તાવ, ગળામાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે. સંતરામાં પાણી વધુ અને વિટામીન-સી હોય છે. તે શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે ઈમ્યુનિટીને બુસ્ટ કરવામાં પણ મદદ કરે છે. આરોગ્ય માટે સંતરા ફાયદાકારક છે. જોકે સંતરાનું વધુ સેવન કરવાથી નુકશાન થઈ શકે છે. કોઈ પણ વસ્તુનુ વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો નુકશાન તો થાય જ છે. જાણો સંતરાના વધુ પડતા સેવનથી શું નુકશાન થાય છે.
પાચન સંબંધિત સમસ્યા
જમ્યા બાદ સંતરાનું સેવન કરવામાં આવે તો જમવાનું જલ્દી પચી જાય છે. સંતરાનું સેવન જમ્યા પહેલા કરવાથી ભુખ ઉઘડે છે, પરંતુ તેનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન પર તેની અસર પડે છે. સંતરામાં ફાઈબર વધુ હોય છે, જે પાચનશક્તિને પ્રભાવિત કરે છે. આ કારણે પેટમાં દુખાવાની તકલીફ થઈ શકે છે.
કિડની સ્ટોનની સમસ્યા
હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે સંતરાના વધુ પડતા સેવનથી કિડનીની સમસ્યા થઈ શકે છે. જે લોકોને કિડની સ્ટોનની સમસ્યા હોય તેણે સંતરા ખાવાથી બચવું જોઈએ. તેમાંથી મળતું પોટેશિયમ કિડની માટે હાનિકારક છે.
સાઈટ્રસ એલર્જી
કેટલાક લોકોને સાઈટ્રસ એલર્જી હોય છે. ખાસ કરીને સંતરા, લીંબુ, માલ્ટા, કિન્નુ અને સીઝનલ ફળોમાં તે મળી આવે છે. તેની એલર્જીથી શરીર સાઈટ્રિક એસિડ પર રિએક્ટ કરે છે. સાઈટ્રિક એસિડ કોઈ ખતરનાક બીમારી નથી, તેથી આપણું શરીર તેના પ્રત્યે કોઈ રિએક્શન આપતું નથી.
એક દિવસમાં કેટલા સંતરા ખાવા જોઈએ
કેટલાક લોકોને સંતરાનું વધુ સેવન કરવાથી છાતીમાં બળતરા કે ઉલટી જેવી તકલીફ થતી હોય છે. જે લોકોમાં પોટેશિયમ વધુ પ્રમાણમાં હોય, તે લોકોએ સંતરા ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સંતરામાં ઓછું પોટેશિયમ હોય છે, પરંતુ જો તમારા શરીરમાં વધુ પોટેશિયમ હોય તો તે હાઈપરક્લેમિયા નામની બીમારી ઉભી કરી શકે છે. ઠંડીની સીઝનમાં રોજ એક સંતરાનું સેવન ફાયદાકારક છે. સવારે અને સાંજે વર્કઆઉટ બાદ બાકી ફળોની જેમ તેને ડાયટમાં સામેલ કરી શકાય.
આ પણ વાંચોઃ ડોપામાઈન હોર્મોનને નેચરલી કેવી રીતે વધારશો? શું થાય છે તેની કમીથી?