અમદાવાદગુજરાતટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

સાયન્સ સિટી ખાતે બાયોટેકનોલોજી પ્રી-વાઈબ્રન્ટ સમિટ યોજાઈ

  • બાયોટેકનોલોજી એ ‘ટેક્નોલોજી ઑફ હોપ’ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • સ્વદેશી સાયન્સ, ટેકનોલોજીથી લઈને સ્પેસ સુધીના બહુવિધ ક્ષેત્રે દુનિયાને ભારતની આગવી તાકાત જોવા મળી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, 11 ડિસેમ્બર: અમદાવાદ સાયન્સ સિટી ખાતે આજે બાયોટેકનોલોજી પ્રી-વાઈબ્રન્ટ સમિટ યોજાઈ હતી. જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. આ સમિટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંજવીયા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. બાયોટેકનોલોજી પ્રી-વાઈબ્રન્ટને સંબોધતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બાયોટેકનોલોજીએ ઝડપથી વિકસી રહેલી ‘ટેક્નોલોજી ઑફ હોપ‘ છે. ગુજરાતે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં વર્ષ ૨૦૦૪થી જ રાજ્યમાં બાયોટેકનોલોજી સેક્ટરના ડેવલપમેન્ટ પર ઝોક આપ્યો છે.

  • ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ધરાવતું એક રાજ્ય છે, એટલું જ નહી. સાવલી નજીકનું બાયોટેકનોલોજી રિસર્ચ ઍન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર દેશના ટોપ થ્રીમાં સ્થાન મેળવતું રહ્યું છે. ૧૦૦ જેટલા સ્ટાર્ટઅપ આ સેન્ટર દ્વારા તૈયાર થયા છે.

મુખ્યમંત્રીએ ફાર્મા અને ટેકનોલોજી સેક્ટરમાં ગુજરાતની ગુજરાતની ઉપલબ્ધિઓ અંગે જણાવ્યું કે, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ૧૦ હજાર કરોડ જેટલી આવક સાથે રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૪૦થી ૪૫% જેટલું યોગદાન આપે છે. રાજ્યમાં સૌથી મોટું ફાર્મા અને બાયોટેક વર્કફોર્સ ઉપલબ્ધ છે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવામાં બાયોટેક્નોલોજી ક્ષેત્ર મહત્વનું સાબિત થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

વર્ચ્યુઅલ માધ્યમથી આ ઇવેન્ટમાં જોડાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં બાયોટેકનોલોજી મિશન અને બાયોટેકનોલોજી પાર્કની સ્થાપના કરી હતી. તેમણે કહ્યું કે, ૨૦ વર્ષ પહેલાં બાયોટેકનોલોજી મિશનની સ્થાપના કરવા વાળું ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય હતું. આ કદમ જ દર્શાવે છે કે બાયોટેકનોલોજીને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વિઝન કેટલું દુરંદેશી હશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ગુજરાતને અભિનંદન આપતા કહ્યું કે, ગુજરાતે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રેસર રહી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનું કાર્ય કર્યું છે તે સરાહનીય છે. વાઈબ્રન્ટ ગુજરાતની આ પ્રી-ઇવેન્ટ આ ક્ષેત્રને સાચી દિશામાં આગળ વધવા માટે મદદ કરશે. આ ઇવેન્ટમાં વૈચારિક આદાન પ્રદાનથી બાયોટેકનોલોજી ક્ષેત્રને હજુ ઘણી ઊંચાઈઓ પ્રાપ્ત થશે.

  • રાજ્યમાં બાયોટેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાયોટેકનોલોજી ઈકોસિસ્ટમ ડેવલપ કરીને ગુજરાતને બાયોટેકનોલોજી હબ બનાવવાનો બાયોટેકનોલોજી પોલીસીનો મુખ્ય ઉદ્દેશ છે: મુખ્ય સચિવ રાજકુમાર

સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, પાછલા ૮ વર્ષમાં ભારતનું બાયોટેકનોલોજી અને બાયોઈકોનોમી સેકટર આઠ ગણું વધ્યું છે. રાજ્યના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સીટી, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન જેવી શૈક્ષણિક સંસ્થાઓ સાથે લાવી રાજ્યમાં સુગ્રથિત બાયોટેકનોલોજી ઈકોસિસ્ટમ ડેવલપ કરવાનું કાર્ય કર્યું છે.

 

આ પ્રિ-વાઈબ્રન્ટ સમિટમાં વિવિધ નવીન બાયોટેકનોલોજી પ્રોડક્ટ્સનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તથા બાયોટેકનોલોજી કંપનીઓ સાથે MOU એક્સચેન્જ કરવામાં આવ્યાં હતા. આ પ્રિ-વાઈબ્રન્ટ સમિટમાં બાયોટેક્નોલોજી એસોસિએશનના પ્રમુખ જી.એન. ક્રિષ્નન, કેલિફોર્નિયાના ટાર્ગેટ ડિસ્કવરી ઇન્ક.ના ચેરમેન જેફરી પીટરસન, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક મિશનના ડિરેક્ટર વિદેહ ખરે તેમજ બાયોટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતો અને સંશોધકો સહિત ઉદ્યોગકારો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: PM મોદીએ ‘Viksit Bharat @2047: Voice of Youth’ લોન્ચ કર્યું

Back to top button