ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીએ ‘Viksit Bharat @2047: Voice of Youth’ લોન્ચ કર્યું

  • ભારતના ઇતિહાસનો આ સમયગાળો છે જ્યારે દેશ મોટી છલાંગ લગાવવા જઈ રહ્યો છે: પીએમ મોદી
  • આજે તમારા લક્ષ્યાંકો, તમારા સંકલ્પો એક જ હોવા જોઈએ – વિકસિત ભારત: પીએમ મોદી

નવી દિલ્હી, 11 ડિસેમ્બર: ભારત એક ઝડપથી વિકસતો વિકાસશીલ દેશ છે. વિકસિત દેશ બનવાની રેસમાં ભારત દેશ આગળ વધી રહ્યો છે. ટૂંક સમયમાં ભારતીય અર્થતંત્ર પણ પાંચ ટ્રિલિયન ડૉલરને સ્પર્શી જશે અને ભારત દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. વિકસિત દેશ બનવાનું લક્ષ્ય કેવી રીતે હાંસલ કરવું ? આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે Viksit Bharat @2047 યોજના લોંચ કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત @2047: વોઈસ ઑફ યુથ’નો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ આ પહેલની શરૂઆત કરવા માટે દેશભરમાં રાજભવનોમાં આયોજિત કાર્યશાળાઓમાં વિશ્વવિદ્યાલયોના ઉપકુલપતિઓ, સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધન કર્યું હતું.

તમામ રાજભવનોમાં વર્કશોનું આયોજન

દેશના તમામ રાજભવનોમાં આજે સવારે 10.30 કલાકે Viksit Bharat @2047 વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર અને અનેક સંસ્થાઓના વડાઓએ ભાગ લીધો હતો.

 

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત વિક્સિત ભારતના વિકાસ માટે આજની કાર્યશાળાના આયોજન માટે તમામ રાજ્યપાલોનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે, આજનો દિવસ આ સંકલ્પને લગતો વિશેષ અવસર છે. તેમણે વિકસિત ભારત 2047નાં લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં દેશનાં યુવાનોને માર્ગદર્શન આપવાની જવાબદારી ધરાવતાં તમામ હિતધારકોને એકમંચ પર લાવવાનાં તેમનાં યોગદાનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્ર તેના લોકોના વિકાસથી જ વિકસિત થાય છે. વર્તમાન યુગમાં વ્યક્તિત્વ વિકાસનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ વોઈસ ઑફ યુથ વર્કશોપની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ દેશનાં જીવનમાં ઇતિહાસ એક એવો સમયગાળો પ્રદાન કરે છે, જ્યારે દેશ તેની વિકાસલક્ષી સફરમાં હરણફાળ ભરી શકે છે. ભારત માટે, “આ અમૃત કાળ ચાલે છે” અને “ભારતના ઇતિહાસનો આ સમયગાળો છે જ્યારે દેશ મોટી છલાંગ લગાવવા જઈ રહ્યો છે”. તેમણે નજીકના ઘણા દેશોનાં ઉદાહરણો આપ્યા જેમણે નિર્ધારિત સમયમર્યાદામાં આટલો મોટો કૂદકો લગાવ્યો અને વિકસિત રાષ્ટ્રોમાં ફેરવાઈ ગયા. તેમણે કહ્યું હતું કે, “ભારત માટે આ સમય, યોગ્ય સમય છે (યહી સમય હૈ, સહી સમય હૈ)” , “આ અમૃત કાળની દરેક પળનો ઉપયોગ થવો જોઈએ”.

 

પ્રધાનમંત્રી મોદીએ ‘વિકસિત ભારત’નાં સામાન્ય લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દરેક યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ અને યુવાનોની ઊર્જાનો સંચાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. (અહીં નીચે જૂઓ સમારંભના પ્રસારણનો વીડિયો)

 

આ પણ વાંચો: કલમ 370 નાબૂદીઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે પીએમ મોદી સહિત કોણે શું કહ્યું?

Back to top button