બોટાદમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન
- ડેપોના કર્મયોગીઓના સહયોગથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
- એકત્ર કરાયેલા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો
- બસોમાં કચરાના નિકાલ માટે નાના ડબ્બા મૂકવામાં આવ્યા
અહેવાલ અને ફોટોઃ ઉમેશ ગોરાહવા, બોટાદ
બોટાદ, 11 ડિસેમ્બર: બોટાદમાં શ્રી એમ.ડી.શાહ વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાને પ્રોત્સાહન આપતી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયા બાદ અનેક સંસ્થાઓ અને લોકો દ્વારા પણ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.
બોટાદ એસ.ટી. ડેપોના કર્મયોગીઓના સહયોગથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન એકત્ર કરાયેલ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. તે સાથે બોટાદ બસ સ્ટેશન પર બસો પર QR કોડ અને કચરો અલગ કરવાની સૂચનાઓ ધરાવતા સ્ટીકરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ QR કોડ સ્કેન કરી નાગરિકો સ્વચ્છતા અંગેના તેમના મંતવ્યો શેર કરી શકે છે.
તે ઉપરાંત, બસોમાં કચરાના નિકાલ માટે નાના ડબ્બા મૂકવામાં આવ્યા હતા. જે મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન સ્વચ્છતા જાળવવામાં સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે. જેના કારણે મુસાફરો કચરો બસની બહાર કે બસમાં ફેંકીને ગંદકી ન કરી શકે. આ સ્વચ્છતા અભિયાનનો હેતુ બોટાદ એસટી ડેપોની સ્વચ્છતા વધારવાની સાથે મુસાફરોમાં જવાબદારીની ભાવના પણ જગાડવાનો છે. તે ઉપરાંત એમ.ડી.શાહ વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને સ્ટીકરો પર QR કોડનો ઉપયોગ કરીને પ્રતિસાદ મેળવવા અને સ્વચ્છ વાતાવરણ જાળવવા નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પણ વાંચો, 50 કરોડથી વધુની રોકડ આવકવેરાએ જપ્ત કરી હોય એવા પાંચ મોટા કેસ