ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારતમાં હવે પિંક બોલ ટેસ્ટ નહીં રમાય, જાણો-BCCIએ કેમ લીધો આ નિર્ણય?

Text To Speech

ભારતમાં હવે પિંક બોલ ટેસ્ટ નહીં રમાય. BCCIએ ભારતીય મેદાન પર આ આયોજનને લઈને મોટો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI હવે ડોમેસ્ટિક સિઝનમાં તેનું આયોજન કરવા માંગતું નથી. ન તો પુરૂષોની ક્રિકેટમાં અને ન તો મહિલા ઈવેન્ટ્સમાં. BCCI વાસ્તવમાં પિંક બોલ ટેસ્ટના આયોજનમાં રસ ધરાવતું નથી.

રિપોર્ટ અનુસાર, BCCI સેક્રેટરી જય શાહે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે BCCI હવે પિંક બોલ ટેસ્ટ માટે ઉત્સુક નથી, કારણ કે તે 4 કે 5 દિવસ ચાલવાના બદલે 2 થી 3 દિવસમાં ખતમ થઈ જાય છે.

પિંક બોલ ટેસ્ટને લઈને BCCIના મોહભંગનું આ કારણ

જય શાહે વધુમાં જણાવ્યું હતું કે પીંક બોલ ટેસ્ટને લોકોમાં લોકપ્રિય બનાવવા માટે BCCI દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ અત્યાર સુધી પિંક બોલથી રમાતી તમામ ટેસ્ટ માત્ર 2-3 દિવસમાં પૂરી થઈ ગઈ હતી. જ્યારે લોકો 4 થી 5 દિવસ સુધી ટેસ્ટ મેચ જોવાનું પસંદ કરે છે, જેની તેઓને આદત છે. શાહે કહ્યું કે પિંક બોલ ટેસ્ટ છેલ્લી વખત ઓસ્ટ્રેલિયામાં રમાઈ હતી, ત્યારબાદ કોઈ દેશે તેનું આયોજન કર્યું નથી.

પિંક બોલ ટેસ્ટમાં ભારતનો રેકોર્ડ

ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 4 પિંક બોલ ટેસ્ટ રમી છે, જેમાંથી તેણે 3માં જીત મેળવી છે જ્યારે એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શ્રીલંકા સામે છેલ્લી પિંક બોલ ટેસ્ટ રમી હતી, જે 3 દિવસમાં પૂરી થઈ હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાત કરીએ તો અત્યાર સુધી તેઓ વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક પિંક બોલ ટેસ્ટ રમી હતી. ક્વીન્સલેન્ડમાં રમાયેલી તે ટેસ્ટ ડ્રો રહી હતી.

વિમેન્સ પ્રીમિયર લીગ હરાજીમાં 9 વિદેશી સહિત 30 ખેલાડીઓ વેચાયા

BCCI સેક્રેટરીના આ નિવેદન પછી ટીમ ઈન્ડિયાને પિંક બોલથી રમાતી ટેસ્ટ જોવાનું સપનું બની જાય તો નવાઈ નહીં. ભારતીય પુરૂષ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે, જ્યાં તેને 26 ડિસેમ્બરથી 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. આ બંને ટેસ્ટ લાલ બોલથી રમાશે.

Back to top button