‘ફેક્ટ ચેકર’ મોહમ્મદ ઝુબેરના વચગાળાના જામીન મંજૂર, હાલ રહેવું પડશે જેલમાં
સુપ્રીમ કોર્ટે ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને 5 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જો કે, તે મુક્ત થઈ શકશે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વચગાળાના જામીનનો આ આદેશ યુપીના સીતાપુરમાં નોંધાયેલા કેસ માટે છે. દિલ્હીમાં નોંધાયેલા કેસમાં ઝુબેર જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી તેને હાલ દિલ્હીની જેલમાં જ રહેવું પડશે. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સપ્તાહે સુનાવણી કરશે.
Supreme Court grants 5-day interim bail to Alt News' Zubair in UP case
Read @ANI Story | https://t.co/VofXYl2e6Z#ZubairArrest #MohammadZubair #SupremeCourtOfIndia pic.twitter.com/dBkFOa4Qlk
— ANI Digital (@ani_digital) July 8, 2022
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ઝુબેર વિરુદ્ધ ઘણી એફઆઈઆર નોંધવામાં આવી છે. ગુરુવારે સીતાપુરની કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. ઝુબૈરે સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી છે કે સીતાપુર કેસ રદ્દ કરવામાં આવે. તેમણે તેમની મુક્તિની માંગ પણ કરી હતી.
SC grants interim bail to Zubair in UP Police FIR
Read @ANI Story | https://t.co/J3yvlIhWjf#SupremeCourtOfIndia #Zubair #AltNews #ZubairGetsBail pic.twitter.com/M6gasd2nrj
— ANI Digital (@ani_digital) July 8, 2022
યુપી સરકારનો વિરોધ
સુનાવણીની શરૂઆતમાં જ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજીનો વિરોધ કર્યો હતો. મહેતાએ કહ્યું કે પોતાને ફેક્ટ ચેકર ગણાવતા ઝુબૈરે સુપ્રીમ કોર્ટથી ઘણી હકીકતો છુપાવી છે. સીતાપુરમાં 1 જૂને એફઆઈઆર નોંધવામાં આવી હતી. 10 જૂને હાઇકોર્ટે તેને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. હવે એ હકીકત છુપાવીને સુનાવણીની માંગ કરવામાં આવી રહી છે કે સીતાપુરની કોર્ટે તેને બિનજામીનપાત્ર કેસ ગણાવ્યો છે. દિલ્હી કોર્ટના આદેશની માહિતી પણ છુપાવવામાં આવી છે.
ઝુબેર તરફથી હાજર રહેલા વકીલ કોલિન ગોન્સાલ્વેસે કહ્યું કે તેણે નફરત કરનારાઓની માહિતી બહાર લાવી હતી. તેઓને જેલમાં રાખવામાં આવ્યા છે. પરંતુ દ્વેષીઓ આઝાદ ફરે છે. મહેતાએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે યતિ નરસિમ્હાનંદ, બજરંગ મુનિ જેવા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે લોકો પર ટ્વિટ કરવા બદલ ઝુબેર વિરુદ્ધ કોઈ કેસ નથી. સમાજમાં અસ્થિરતા લાવવા જાણીજોઈને વિવાદાસ્પદ પોસ્ટ મુકવાનો કિસ્સો સામે આવ્યો છે.
મહેતાએ વધુમાં કહ્યું, “પ્રશ્ન 1-2 ટ્વીટનો નથી. તપાસ એ છે કે શું કોઈ સિન્ડિકેટ છે, જે સમાજને અસ્થિર કરતી સામગ્રી સતત પોસ્ટ કરી રહી છે. આ કેસમાં ગેરકાયદેસર વિદેશી ભંડોળ પણ તપાસ હેઠળ છે.” તેના જવાબમાં ગોન્સાલ્વેસે કહ્યું, “ધર્મનું અપમાન કરવા અને અશ્લીલ સામગ્રી પોસ્ટ કરવા માટે જે કલમો લગાવવામાં આવી છે તે તથ્યોના આધારે યોગ્ય નથી.”
યુપી પોલીસ તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે પોલીસ તપાસમાં અશ્લીલ સામગ્રી ધરાવતી કલમ ખોટી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ધાર્મિક લાગણી ભડકાવવાનો આરોપ સાચો છે. તેમણે સીતાપુરના એક આદરણીય મહંત બજરંગ મુનિને બોલાવ્યા, જેમણે નફરત ફેલાવી. તેમના લાખો સમર્થકો છે. શું આ તેમને ઉશ્કેરવાનો મામલો નથી?”
સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું કે ઝુબેર દિલ્હીમાં નોંધાયેલા કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેમને વચગાળાના જામીન મળવાનો અર્થ છૂટવાનો નથી. તેને દિલ્હીની જેલમાં રહેવું પડશે. તેના પર કોર્ટે આદેશની સ્પષ્ટતા કરતા કહ્યું કે વચગાળાના જામીન માત્ર સીતાપુર કેસ માટે આપવામાં આવ્યા છે. આ હુકમ અન્ય કોઈપણ કેસમાં લાગુ પડતો નથી.