ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનમાં CMપદ માટે ભારે ખેંચતાણ, નિર્ણય 12મી સુધી લંબાયો

Text To Speech
  • રાજસ્થાનમાં 12મી ડિસેમ્બરે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે
  • કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડે ધારાસભ્યો સાથે બેઠક કરશે અને મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે

રાજસ્થાન, 10 ડિસેમ્બર: વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાને એક સપ્તાહ બાદ ભાજપે જીતેલા ત્રણ રાજ્યોમાંથી એક રાજ્યમાં સીએમ ચહેરાની જાહેરાત કરી છે. છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપે વિષ્ણુદેવ સાઈના નામની જાહેરાત કરી છે. ત્યારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હજી અટકળો જ ચાલી રહી છે. ત્યારે હવે રાજસ્થાનમાં બીજેપી વિધાયક દળની બેઠક મંગળવારે મળવા જઈ રહી છે. કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડે મંગળવારે સવારે જયપુર પહોંચશે. તે જ દિવસે તેઓ ધારાસભ્યો સાથે બેઠક કરશે અને એવી અપેક્ષા છે કે મુખ્યમંત્રીના નામની જાહેરત કરશે.

આ પણ વાંચો: છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બન્યા વિષ્ણુદેવ સાઈ, ભાજપનું વધુ એક આશ્ચર્ય

રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે હશે ?

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે જો બીજેપીના રાષ્ટ્રીય નેતૃત્વએ વસુંધરા રાજેને સીએમ બનાવવા હોત તો તેમને સીએમ ચહેરા તરીકે જાહેર કર્યા હોત અને પછી ચૂંટણી લડ્યા હોત. પરંતુ આવું થયું નથી. પીએમ મોદીના ચહેરા પર જ ચૂંટણી લડવામાં આવી છે અને રાજસ્થાનમાં જીત મેળવી છે. ત્યારે હવે એવું માનવામાં આવે છે કે પાર્ટી હાઈકમાન્ડ વસુંધરા રાજેને કોઈ સન્માનજનક પદ આપી શકે છે. પરંતુ સૂત્રોનું માનીએ તો વસુંધરા રાજ આ માટે તૈયાર નથી. એવા પણ સમાચાર છે કે રાજેના પુત્ર દુષ્યંત સિંહને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે અથવા કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ બંને બાબતો અત્યારે અનુમાન પર આધારિત છે.

સીએમ ચહેરાને લઈને નિષ્ણાતોનું શું કહેવુ છે ?

રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે રાજસ્થાનમાં પાર્ટી નવા ચહેરા પર જ દાવ લગાવી શકે છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે નવો ચહેરો કોણ હશે. સીએમની રેસમાં કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત, ઓમ માથુર, દિયા કુમારી, કિરોડી લાલ મીના અને વસુંધરા રાજેનાં નામો ચાલી રહ્યાં છે. 12મી ડિસેમ્બરે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે. બેઠક બાદ જ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.

આ પણ વાંચો: ભાજપ દ્વારા મુખ્યપ્રધાનો પસંદ કરવામાં વિલંબનું આ છે રહસ્ય

Back to top button