ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવિશેષવીડિયો સ્ટોરી

2023માં આ બ્લેક બ્યુટીનો વીડિયો સૌથી વધુ જોવામાં આવ્યો, શું છે ખાસ ?

  • 2023માં આ બ્લેક બ્યુટીનો વિડિયો TikTok પર સૌથી વધુ વખત જોવામાં આવ્યો છે. તો ચાલો આ વીડિયોમાં શું ખાસ છે તે જાણવાનો પ્રયાસ કરીએ.

HD ન્યૂઝ ડેસ્ક, 10 ડિસેમ્બર: મેકઅપ સાથે જોડાયેલા ઘણા વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને મેકપના વીડિયોમાં છોકરીઓને સુંદર બનાવવા પર ભાર આપવામાં આવતો હોય છે. મેકપના વીડિયોમાં ખાસ કરીને છોકરી મેકપ પહેલાં કેવી દેખાતી હતી અને મેકઅપ પછી કેવી દેખાવા લાગે છે, તે બતાવવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. ઘણા વીડિયોમાં તો છોકરીઓને મેકઅપ પછી ઓળખવી પણ મુશ્કેલ બની જતી હોય છે, એ પ્રકારે મેકઅપ કરવામાં આવતો હોય છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, તમામ રંગોને સમાન ગણવાના વિચારને પણ વેગ મળ્યો છે. આજે તમને બજારમાં તમામ સ્કિન શેડ્સના ફાઉન્ડેશન મળતા જોવા મળશે. આ સાથે પુરુષો માટે પણ મેકઅપ પ્રોડક્ટ્સ પણ આવવા લાગી છે.

2023માં TikTok પર સૌથી વધારે જોવાયેલો વીડિયો મેકઅપનો

અમે એક એવા વીડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે વર્ષ 2023માં TikTok પર સૌથી વધુ વખત જોવામાં આવ્યો છે. તો ચાલો આ વીડિયોમાં શું ખાસ છે તે જાણવાનો પ્રયાસ કરીએ. TikTokના ડેટા અનુસાર પ્રભાવક અને મોડલ ન્યાડોલી ડેંગના મેકઅપ ટ્યુટોરીયલને પ્રથમ સ્થાન મળ્યું છે. માર્ચમાં અપલોડ કરવામાં આવેલા આ વીડિયોમાં અત્યાર સુધી તેને 504 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ TikTok પર સૌથી વધુ જોવાયેલો વીડિયો બની ગયો છે. આ વીડિયો ન્યાડોલી (nyadolliee)  દ્વારા બનાવીને અપલોડ કરવામાં આવ્યો હતો.

કોણ છે આ બ્લેક બ્યુટી ?

 

 

View this post on Instagram

 

A post shared by Nyadollie (@nyadolliee)

જૂઓ વીડિયો: 

 

 

View this post on Instagram

 

A post shared by Nyadollie (@nyadolliee)

ન્યાડોલીએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં તમે તેને વિવિધ મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી જોઈ શકો છો. તેણીએ વીડિયોના કેપ્શનમાં એમ પણ કહ્યું છે કે તેણીએ પોતાના ચહેરા પર અલગ-અલગ કંપનીઓની પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો છે. કઈ કંપનીની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોમેન્ટ સેક્શન પર એક નજર કરીએ તો લોકો તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. લોકોને તેની મેકઅપ કરવાની રીતને ખૂબ જ પસંદ આવી છે. કેટલાક લોકોએ તેને બ્લેક બ્યુટી પણ કહી છે. કેટલાક લોકોએ કહ્યું કે તેનો રંગ સૌથી સુંદર છે.

આ પણ વાંચો: સંબંધોમાં કેમ પડે છે તિરાડ? આ રહ્યા કારણો અને ઉપાયો

Back to top button