કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતયુટિલીટી

જૂનાગઢઃ ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ માટે નિઃશુલ્ક સલુન-ફોટોગ્રાફી તાલીમ યોજાશે

Text To Speech
  • ૨૦ ડિસેમ્બરથી જૂનાગઢ આરસેટી ખાતે નિઃશુલ્ક પાર્લર/સલુન અને ફોટોગ્રાફી/વિડિયોગ્રાફીની તાલીમ યોજાશે
  • ૧૮ થી ૪૫ વર્ષ સુધીના ગ્રામ્ય વિસ્તારના ભાઇઓ તાલીમ મેળવી શકશે
  • ભાઇઓને ૩૦ દિવસની નિઃશુલ્ક તાલીમ સાથે નિઃશુલ્ક રહેવા-જમવાની સુવિધા મળશે 

જૂનાગઢ, ૯ ડિસેમ્બરઃ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ભાઇઓ માટે તા.૨૦ ડિસેમ્બરથી ૩૦ દિવસની નિઃશુલ્ક પાર્લર/સલૂન અને ફોટોગ્રાફી/વિડીયોગ્રાફીની તાલીમનું આયોજન જૂનાગઢ એસબીઆઇ આરસેટી ખાતે કરવામાં આવ્યું છે. 

ગ્રામ્ય વિસ્તારના યુવાનોને કૌશલ્યનો ઉપયોગ તાલીમ મળી રહે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટીબધ્ધ છે. ત્યારે જૂનાગઢ ખાતે આવેલ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા(આરસેટી) દ્વારા જૂનાગઢ અને ગીર સોમાનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ભાઇઓ માટે આગામી તા. ૨૦/૧૨/૨૦૨૩થી પાર્લર/સલૂન અને ફોટોગ્રાફી/વિડીયોગ્રાફીની તાલીમનું આયોજન એસબીઆઇ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની બાજુમાંબીલખા રોડજૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ રેલવે: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલી ટ્રેન રદ થશે, કેટલી ડાયવર્ટ જાણો

આ ૩૦ દિવસની તાલીમમાં ૧૮ થી ૪૫ વર્ષના ભાઇઓ ભાગ લઇ શકશે. જેમને નિઃશુલ્ક તાલીમ સાથે નિઃશુલ્ક રહેવા-જમવાની સુવિધા આપવામાં આવશે. તાલીમ દરમિયાન આ સંસ્થામાં રોકાવું ફરજિયાત છે. આ તાલીમમાં જોડાવવા માટે તાલીમ નંબર ૯૯૦૪૬૪૬૪૬૬ ઉપર સોમવાર થી શનિવાર સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધીમાં સંપર્ક સાધી શકાશે.

આ પાર્લર/સલૂનની તાલીમમાં હેર કટીંગહેર કલરમસાજમેકઅપફેશિયલમેનીક્યોરપેડિક્યોર વગેરે જેવી વિવિધ વસ્તુઓની તેમજ ફોટોગ્રાફી/વિડીયોગ્રાફીની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે. જેના માટે જરૂરી ડોક્યુમેન્ટમાં પાસપોર્ટ સાઇઝના ૩ ફોટોઆધારકાર્ડરેશનકાર્ડમાર્કશીટ/શાળા છોડ્યાનું પ્રમાણપત્રબેન્કની પાસબુકની નકલ સહિતના ડોક્યુમેન્ટ ઓરીજનલ અને ઝેરોક્ષ સાથે લાવવાના રહેશે. આ તાલીમ દરમિયાન ભારત સરકાર માન્ય એનએસક્યુએફ સર્ટીફિકેટ અને સબસિડીવાળી લોનનો લાભ આપવામાં મદદ કરવામાં આવશે.

બપોર સુધીના સમાચાર જૂઓ ફટાફટ HD Newsના ટૉપ-10 માં

Back to top button