કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગમધ્ય ગુજરાતયુટિલીટી

રેલવે: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલી ટ્રેન રદ થશે, કેટલી ડાયવર્ટ જાણો

રાજકોટ, 10 ડિસેમ્બર: ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં સ્થિત બારાબંકી યાર્ડના રિમોડલિંગના કામને કારણે રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અનેક ટ્રેનોને રિમોડલિંગના કામના કારણે ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ટ્રેનને રદ કરવામાં આવી છે. તો અનેક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેની યાદી નીચે મુજબ છે.

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ:

રદ કરાયેલી ટ્રેનો:

  1. ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ તારીખ: 17/12/2023, 24/12/2023, 31/12/2023, 07/01/2024 અને 14/01/2024ના રોજ રદ રહેશે.
  2. ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ તારીખ: 14/12/2023, 21/12/2023, 28/12/2023, 04/01/2024 અને 11/01/2024ના રોજ રદ રહેશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:

ટ્રેન નં: 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ તારીખ: 15/12/2023, 22/12/2023, 29/12/2023, 05/01/2024 અને 12/01/2024ના રોજ અને ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ તારીખ: 18/12/2023, 25/12/2023, 01/01/2024 અને 08/01/2024 સુધી આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, મિર્ઝાપુર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં લખનૌ, અયોધ્યા કેન્ટ, અકબરપુર અને વારાણસીનો સમાવેશ થાય છે.

ટ્રેન નં: 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ તારીખ: 16/12/2023, 23/12/2023, 30/12/2023, 06/01/2024 અને 13/01/2024ના રોજ અને ટ્રેન નં: 15668 કામાખ્યા એક્સપ્રેસ 20/12/2023, 27/12/2023/ 023, 03/01/2024 અને 10/01/2024 સુધી આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, મિર્ઝાપુર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં લખનૌ, અયોધ્યા કેન્ટ અને વારાણસીનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર: 19269 પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ તારીખ: 14/12/2023, 15/12/2023, 21/12/2023, 22/12/2023, 28/12/2023, 29/12/2023, 04/01/2024, 05/01/2024, 11/01/2024 અને 12/01/2024 ના રોજ અને ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ તારીખ: 17/12/2023, 18/12/2023, 24/12/2023, 25/12/2023, 31/12/2023, 01/01/2024, 07/01/2024, 08/01/2024 અને 14/01/2024 ના રોજ, આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા બુઢવલ, સીતાપુર શહેર અને શાહજહાંપુર થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં લખનૌનો સમાવેશ થાય છે.

માર્ગમાં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનો:

તારીખ: 10/12/2023 ના રોજ ઓખાથી દોડતી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 1 કલાક અને 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે  www/enquiry/indianrail/gov/in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

બપોર સુધીના સમાચાર જૂઓ ફટાફટ HD Newsના ટૉપ-10 માં

આ પણ વાંચો: હિમાલયમાં નિ:શુલ્ક માઉન્ટેનીયરીંગ કોર્ષનું આયોજન, 31મી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે

Back to top button