પોતાના અપહરણનું નાટક ઘડનાર પુત્રએ પિતા પાસેથી રૂ. 30,000 પડાવ્યા
- 20 વર્ષીય યુવકે પોતાના જ અપહરણનું નાટક રચ્યું
- પિતાને ફોન કરી 30000 રૂપિયા પડાવી લીધા
- પોલીસ તપાસમાં આખો ખેલ સામે આવ્યો
પાલઘર (મહારાષ્ટ્ર), 10 ડિસેમ્બર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના 20 વર્ષીય યુવકની તેના પિતા પાસેથી પૈસા પડાવવા માટે અપહરણ કરવાનો ઢોંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદના આધારે તેમનો પુત્ર 7 ડિસેમ્બરે ઘરેથી નીકળ્યો હતો, પરંત તે પાછો આવ્યો જ નહીં. ત્યારબાદ પોલીસે 8મી ડિસેમ્બરે ગુમ થવાનો કેસ નોંધ્યો હતો.જો કે, પોલીસે તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, પુત્રએ જ પોતાના અપહરણનું નાટક રચ્યું હતું.
30 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી
અધિકારીએ મામલાની તમામ વિગત જણાવતા કહ્યું કે, જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે ફરિયાદીને તેના પુત્રનો ફોન આવ્યો કે ત્રણ લોકોએ તેનું અપહરણ કર્યું છે અને તેઓ 30,000 રૂપિયાની ખંડણી માંગી રહ્યા છે અને જો પૈસા નહીં આપે તો તેને જાનથી મારી નાખશે. પુત્રએ પૈસાની ચુકવણી માટે પિતાને ‘QR કોડ’ પણ મોકલ્યો હતો. અધિકારી જણાવ્યું કે, પોલીસની ચાર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં વસઈ, વિરાર, નાલાસોપારા અને અન્ય સ્થળોએ યુવકની શોધ કરી હતી.
બપોર સુધીના સમાચાર જૂઓ ફટાફટ HD Newsના ટૉપ-10 માં
યુવક તેના પિતા પાસેથી પૈસા પડાવવા માંગતો હતો
તેમણે કહ્યું કે કેટલીક કડીઓ મળ્યા બાદ શનિવારે ખબર પડી કે યુવક વસઈ ફાટામાં હતો. અધિકારીએ કહ્યું કે જ્યારે પોલીસે યુવકની પૂછપરછ કરી ત્યારે બહાર આવ્યું કે, પિતા પાસેથી પૈસા લેવા માંગતો હતો, પરંતુ પિતાએ ના પાડી દીધી હતી. તેથી તેમણે તેમના પિતા પાસેથી પૈસા પડાવવા માટે પોતાની જ કિડનેપિંગનું કાવતરું ઘડ્યું. તેમણે કહ્યું કે પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે અને કેસની તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: પુલવામાં હુમલાનું કાવતરું રચનારા આતંકવાદીનું પાકિસ્તાનમાં અપહરણ