ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચેન્નઈમાં પૂરની એક તસવીરમાં કોનો ચહેરો ઉપસ્યો?

Text To Speech

ચેન્નઈ (તમિલનાડુ), 10 ડિસેમ્બર: ચક્રવાત માઈચોંગે દક્ષિણ ભારતમાં ભારે તબાહી મચાવી છે ત્યારે ચેન્નઈમાં પૂરનો એક અનોખો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂરમાં ઉપસેલો આ ફોટો તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનનો છે. આ વાઈરલ થઈ રહેલા ફોટોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો પૂરના પાણીની અંદર ત્રિકોણાકારની હારમાળમાં ઉભેલા છે જ્યારે છ જેટલા વાહનો પણ ફસાયેલા જોવા મળે છે. ફોટાને ધ્યાનથી જોતા જાણે એવું લાગે છે કે, પૂરનું પાણી, માણસોની હારમાળા, વાહનો અને આસપાસના રહેણાંક વિસ્તાર તેમજ વૃક્ષો એમ.કે સ્ટાલિનનું ચિત્ર ઉદભવી રહ્યા છે.

જો કે, આ બાબત માત્ર ફોટાથી આભાસ થાય છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ ફોટા પર લોકો જાતજાતની ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝર્સનું કહેવું છે કે આ ફોટો મુકેશ અંબાણી જેવો લાગે છે. બીજી તરફ, આ ફોટો કોણે લીધો છે, ક્યાં વિસ્તારનો છે અને ક્યાંનો છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી.

મુખ્યમંત્રીએ પૂર પ્રભાવિત લોકો માટે જાહેરાત કરી

બંગાળની ખાડીમાં ફૂંકાયેલા ચક્રવાતી તોફાનના કારણે તમિલનાડુના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ એટલી ખરાબ છે કે ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. હાલમાં કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા પણ નથી.  મુખ્યમંત્રી સ્ટાલિને ચક્રવાત મિચોંગથી પ્રભાવિત લોકો માટે 6000 રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ સાથે, પૂર પ્રભાવિત લોકોને મદદ કરવા માટે, કેન્દ્ર સરકારે પ્રથમ શહેરી પૂર શમન પ્રોજેક્ટ માટે 561 કરોડ રૂપિયા પણ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો: તમિલનાડુ અને આંધ્રમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત મિચોંગ નબળું પડ્યું

Back to top button