કાશ્મીર: ધિક્કાર ફેલાવતા વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ 9 વિરૂધ્ધ કાર્યવાહી
- સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
- આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપતી સામગ્રી પર રોક લગાવવા માટે સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ માટે માર્ગદશિકા જારી કરી હતી.
જમ્મુ અને કાશ્મીર, 10 ડિસેમ્બર: જમ્મુ અને કાશ્મીર પોલીસે અફવાઓ અને નફરતની લાગણી ફેલાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા બદલ નવ લોકો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ તેમજ આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપતી સામગ્રી પર રોક લગાવવા માટે સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ માટે માર્ગદશિકા જારી કરી હતી.
આ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી છે
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિઓ વિરૂધ્ધ અનંતનાગ, પુલવામા, બડગામ, બારામુલ્લા, બાંદીપુર અને ગાંદરબલ જિલ્લામાં દ્વેષપૂર્ણ અને બદનક્ષીભરી સામગ્રી અપલોડ કરવા અને સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ લોકો વિરૂધ્ધ કાર્યવાહી
પોલસે જણાવ્યું હતું કે, અનંતનાગમાં પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ચેક વાંગુન્ડ ડૂરુના રહેવાસી સલમાન મુશ્તાક કુટ્ટે, વતનાડ કોકરનાગના રમીઝ અશરફ હાદી, રાથરપોરા ખૈરબુગ શ્રીગુફવારાનો ઉમર ફારૂક ગની ઉર્ફે ગાઝી સરનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ લોકોએ કથિત રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નફરતના વીડિયો અપલોડ કર્યા હતા, જેમાં ભડકાઉ અને દેશદ્રોહી નિવેદનો હતા.
ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા
બારામુલા પોલીસે બલિહરન પટ્ટનના રહેવાસી બિલાલ અહેમદ વાની સામે કાર્યવાહી કરી હતી. આરોપ છે કે તેણે ઉશ્કેરણીજનક અને અફવા ફેલાવનારા ભાષણો આપ્યા હતા. આ ઉપરાંત પોલીસે સોશિયલ મીડિયા પર ભડકાઉ અને ઉશ્કેરણીજનક સામગ્રી અપલોડ કરવા બદલ અવંતીપોરાના બેગપોરાના રહેવાસી શીરાજ અહેમદ બેગ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંદરબલમાં કાર્યવાહી કરવામાં આવી
એ જ રીતે પોલીસે ગાંદરબલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દ્વેષપૂર્ણ સામગ્રી અપલોડ કરવા અને શેર કરવા બદલ બે વ્યક્તિઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, તેમની ઓળખ સફાપોરાના રહેવાસી વસીમ મુશ્તાક મલિક અને નૂન્નર ગંદરબલના રહેવાસી આદિલ અહેમદ રાથેર તરીકે થઈ છે.
આ પણ વાંચો, અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા હવે AMC આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરશે