બરેલી-નૈનીતાલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત, 8 લોકોના મૃત્યુ
- બરેલી-નૈનીતાલ હાઈવે પર મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો.
- અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી.
- ડમ્પર અને આર્ટીકા કાર વચ્ચેની ટક્કરમાં 8 લોકોના મૃત્યુ નિપજ્યા હતા.
- મારુતિની અર્ટિકા કારનું ટાયર ફાટવાને કારણે આ અકસ્માત થયો હતો.
ઉત્તર પ્રદેશ, 10 ડિસેમ્બર: બરેલી-નૈનીતાલ હાઈવે પર ભોજીપુરા પાસે ગઈકાલે મધરાતે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ડમ્પર અને આર્ટીકા કાર વચ્ચે ટક્કરના કારણે બંને વાહનોમાં આગ લાગી હતી. જેમાં કારમાં સવાર 8 લોકો લોકોના મૃત્યુ થયા હતા. કારનું ટાયર ફાટવાને કારણે આ અકસ્માત થયો હતો. ટાયર ફાટવાને કારણે કાર બીજી તરફ ઉત્તરાખંડના કિછાથી રેતી અને કાંકરી લઈ જઈ રહેલા ડમ્પર સાથે અથડાઈ હતી.
અકસ્માત બાદ કાર અને ડમ્પરમાં આગ લાગી
બંને વાહનોની ટક્કરથી જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે હાઇવે પર રહેતા લોકો જાગી ગયા હતા અને પોતાના ઘરોમાંથી બહાર આવ્યા હતા. અકસ્માત બાદ કાર અને ડમ્પરમાં જોરદાર આગ લાગી હતી. સ્થાનિકોએ આ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ફાયર બ્રિગેડને બોલાવી આગને કાબુમાં લીધી હતી. પરંતુ કાર અંદરથી લોક હોવાથી તમામ મુસાફરો કારની અંદર ફસાઈ ગયા હતા અને તમામ બળીને ખાખ થઈ ગયા હતા.
#WATCH भोजीपुरा के पास हाईवे पर एक कार की सामने से आ रहे ट्रक से टक्कर हुई जिसके बाद गाड़ी में आग लग गई। एक बच्चे सहित 8 लोगों के शव निकाले गए हैं। शवों को पोस्टमार्टम के लिए भेज दिया गया है। आगे की कार्रवाई जारी है: सुशील चंद्रभान, एसएसपी, बरेली pic.twitter.com/4x20W8htdM
— ANI_HindiNews (@AHindinews) December 10, 2023
કારને બહેડી પોલીસ સ્ટેશન વિસ્તારના નારાયણ નગલાના રહેવાસી ફુરકાને બુક કરાવી હતી. તે પણ કારમાં સવાર હોવાની માહિતી મળી છે. આ ભયાનક અકસ્માત બરેલીથી બહેડી પરત ફરતી વખતે થયો હતો. કારમાં આઠ લોકો સવાર હતા. SSP બરેલીએ તમામના મૃત્યુની પુષ્ટિ કરી છે. પોલીસ ટીમે તમામ મૃતદેહોને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતમાં એક બાળકનું પણ મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો, પંજાબના CM માનની દીકરીએ પિતા પર લગાવ્યા ગંભીર આરોપો, જુઓ વીડિયો