ટોપ ન્યૂઝસ્પોર્ટસ

વિમેન્સ પ્રીમિયર લીગ હરાજીમાં 9 વિદેશી સહિત 30 ખેલાડીઓ વેચાયા

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની આગામી સિઝન માટે શનિવારના રોજ મિની હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં યોજાયેલી આ હરાજીમાં લગભગ 165 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી હતી જેમાં 104 ભારતીય ખેલાડીઓ સામેલ હતા. જેમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અન્નાબેલ સધરલેન્ડ અને અનકેપ્ડ ભારતીય ખેલાડી કાશવી ગૌતમ પર સૌથી વધુ રૂ.2 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

ગુજરાતે સૌથી વધુ 10 ખેલાડીઓ ખરીદ્યા

જોકે, આ હરાજીમાં માત્ર 30 ખેલાડીઓ જ વેચાયા હતા, જેમાંથી 9 વિદેશી ખેલાડીઓ છે. આ મીની હરાજીમાં, ગુજરાત જાયન્ટ્સ (GG) એ સૌથી વધુ 10 ખેલાડીઓ ખરીદ્યા હતા, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ તેમની ટીમમાં 7 ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો. જ્યારે UP વોરિયર્સ (UPW) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ હરાજીમાં 5-5 ખેલાડીઓ ખરીદ્યા હતા. દિલ્હી કેપિટલ્સ (DC) એ પણ ત્રણ ખેલાડીઓ ઉમેર્યા છે.

આ 30 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી

1. એનાબેલ સધરલેન્ડ- દિલ્હી કેપિટલ્સ, રૂ 2 કરોડ (ઓસ્ટ્રેલિયા)
2. કાશવી ગૌતમ- ગુજરાત જાયન્ટ્સ, રૂ. 2 કરોડ (ભારત)
3. વૃંદા દિનેશ- યુપી વોરિયર્સ, 1.30 કરોડ (ભારત)
4. શબનમ ઈસ્માઈલ- મુંબઈ ઈન્ડિયન્સ, 1.20 કરોડ (દક્ષિણ આફ્રિકા)
5. ફોબી લિચફિલ્ડ- ગુજરાત જાયન્ટ્સ, રૂ. 1 કરોડ (ઓસ્ટ્રેલિયા)
6. એકતા બિષ્ટ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 60 લાખ (ભારત)
7. જ્યોર્જિયા વેરહેમ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રૂ 40 લાખ (ઓસ્ટ્રેલિયા)
8. ડેનિયલ વેઈટ- યુપી વોરિયર્સ, 30 લાખ (ઈંગ્લેન્ડ)
9. મેઘના સિંહ- ગુજરાત જાયન્ટ્સ, રૂ. 30 લાખ (ભારત)
10. કેટ ક્રોસ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રૂ. 30 લાખ (ઇંગ્લેન્ડ)
11. એસ. મેઘના- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 30 લાખ (ભારત)
12. લોરેન ચીટલ- ગુજરાત જાયન્ટ્સ, રૂ. 30 લાખ (ઓસ્ટ્રેલિયા)
13. સિમરન બહાદુર- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રૂ. 30 લાખ (ભારત)
14. વેદ કૃષ્ણમૂર્તિ- ગુજરાત જાયન્ટ્સ, રૂ. 30 લાખ (ભારત)
15. ગૌહર સુલતાના- યુપી વોરિયર્સ, 30 લાખ (ભારત)
16. સોફી મોલિનક્સ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રૂ. 30 લાખ (ઓસ્ટ્રેલિયા)
17. પ્રિયા મિશ્રા- ગુજરાત જાયન્ટ્સ, 20 લાખ (ભારત)
18. એસ. સજના- મુંબઈ ઈન્ડિયન્સ, 15 લાખ (ભારત)
19. ત્રિશા પૂજાતા- ગુજરાત જાયન્ટ્સ, 10 લાખ (ભારત)
20. અપર્ણા મંડલ- દિલ્હી કેપિટલ્સ, 10 લાખ (ભારત)
21. પૂનમ ખેમનાર- યુપી વોરિયર્સ, 10 લાખ (ભારત)
22. અમનદીપ કૌર- મુંબઈ ઈન્ડિયન્સ, 10 લાખ (ભારત)
23. સાયમા ઠાકોર- યુપી વોરિયર્સ, 10 લાખ (ભારત)
24. કેથરીન બ્રાઇસ- ગુજરાત જાયન્ટ્સ, 10 લાખ (સ્કોટલેન્ડ)
25. મન્નત કશ્યપ- ગુજરાત જાયન્ટ્સ, 10 લાખ (ભારત)
26. અશ્વની કુમારી- દિલ્હી કેપિટલ્સ, 10 લાખ (ભારત)
27. ફાતિમા જાફર- મુંબઈ ઈન્ડિયન્સ, 10 લાખ (ભારત)
28. કીર્તન બાલકૃષ્ણન- મુંબઈ ઈન્ડિયન્સ, 10 લાખ (ભારત)
29. શુભા સતીશ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રૂ. 10 લાખ (ભારત)
30. તરન્નુમ પઠાણ- ગુજરાત જાયન્ટ્સ, 10 લાખ (ભારત)

ક્યાં સ્ટાર ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા ?

આ હરાજીમાં વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડિઆન્ડ્રા ડોટિન અને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર કિમ ગાર્થે તેમની બેઝ પ્રાઈઝ સૌથી વધુ 50 લાખ રૂપિયા રાખી હતી. આ બંને ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા હતા. ઈંગ્લેન્ડની વિકેટકીપર એમી જોન્સ અને શ્રીલંકાના કેપ્ટન ચમારી અટાપટ્ટુને પણ કોઈ ટેકરો મળ્યો ન હતો. એમી જોન્સની મૂળ કિંમત 40 લાખ રૂપિયા અને અટાપટ્ટુની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી.

ગુજરાતના પર્સમાં સૌથી વધુ રૂ.5.95 કરોડ હતા

WPL હરાજી પહેલા, પાંચેય ટીમો દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત જાયન્ટ્સ, યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કુલ 60 ખેલાડીઓને જાળવી રાખ્યા હતા, જેમાં 21 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. હરાજી માટે ફ્રેન્ચાઇઝી ટીમોને પર્સમાં કુલ રૂ. 17.65 કરોડ ઉપલબ્ધ હતા. ગુજરાત જાયન્ટ્સ પાસે તેમના પર્સમાં રૂ. 5.95 કરોડ હતા, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ પાસે રૂ. 2.10 કરોડ ખર્ચવાના હતા.

Back to top button