ગુજરાતટ્રેન્ડિંગ

હિમાલયમાં નિ:શુલ્ક માઉન્ટેનીયરીંગ કોર્ષનું આયોજન, 31મી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે

Text To Speech
  • ઇચ્છુક ઉમેદવારે તા.૩૧ ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે.
  • ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ અરજી કરી શકશે.

અમદાવાદ, 09 ડિસેમ્બર: યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની માઉન્ટ આબુ ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા બેઝીક અને એડવાન્સ માઉન્ટેનીયરીંગ, મેથડ ઓફ ઇન્સ્ટ્રકશન તેમજ સર્ચ એન્ડ રેસ્ક્યુ કોર્ષની તાલીમ મેળવવા ઇચ્છુક તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૪૫ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ અરજી કરી શકશે.

અરજીમાં શું જોડવાનું રહેશે ?

ઈચ્છુક યુવક-યુવતીઓએ સાદા કાગળમાં અરજી કરવાની રહેશે. અરજીમાં પોતાનું પુરું નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મતારીખ, ઇ-મેઇલ એડ્રેસ, શૈક્ષણિક લાયકાત, માન્ય યુનિવર્સિટીની સ્નાતકની પદવી વગેરે બાબતો અચૂક જણાવવાની રહેશે. અરજી સાથે શારીરિક તદુંરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતિ, જન્મ અને રહેઠાણનો પુરાવો, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા-માઉન્ટ આબુનો ખડક ચઢાણનો કોચિંગ કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર સાથે જોડવાના રહેશે.

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર

આ ઉપરાંત વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં માઉન્ટ આબુ સંસ્થા/જુનાગઢ કેન્દ્ર ખાતે માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી હોય તો તેની વિગતો પણ દર્શાવવાની રહેશે. સંપૂર્ણ વિગતો તથા બિડાણો સાથેની અરજી તા.૩૧/૧૨/૨૦૨૩ સુધીમાં આચાર્ય સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન માઉન્ટ આબુ-૩૦૭૫૦૧ને પોસ્ટ/ કુરીયર/રૂબરૂ મોકલી આપવાની રહેશે. તથા શારીરીક કસોટી માટે ઉમેદવારને બોલાવવામાં આવે ત્યારે સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.

ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે ?

આ ઉપરાંત ઉમેદવારોની પસંદગી લાયકાત, ગુણવત્તા તથા શારીરીક કસોટીના આધારે થશે. પસંદગી પામેલ ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક તાલીમ ખર્ચ પુરો પાડવામાં આવશે તથા પ્રવાસ ખર્ચ અને અન્ય વ્યક્તિગત સાધન સામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને જો તેમની પસંદગી થઈ હશે તો ટેલીફોનીક જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો: ખેડામાં શાળાના વિદ્યાર્થીઓ સાથે Coffee With DDO કાર્યક્રમ યોજાયો

Back to top button