ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

‘સેકન્ડ ફ્રાઈડે એનિમલ’ એ સૌથી વધુ કલેક્શન કરીને રચ્યો ઈતિહાસ

Text To Speech

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને એક અઠવાડિયું વીતી ગયું છે. ‘એનિમલ’એ 8માં દિવસે 21.56 કરોડ રૂપિયાની કમાણી કરી. આ સાથે તે બીજા શુક્રવારે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. દરરોજ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવી રહી છે. આ સાથે તેના નામે એક નવો રેકોર્ડ નોંધાયો છે.

‘એનિમલ’ એ બીજા શુક્રવારના બોક્સ ઓફિસ પરના શાનદાર કલેક્શનએ શાહરૂખ ખાનની ‘જવાન’ અને સની દેઓલની ‘ગદર 2’ના બીજા શુક્રવારના કલેક્શનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. શાહરૂખ ખાનની ‘જવાન’એ બીજા શુક્રવારે બોક્સ ઓફિસ પર 20.1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો જયારે સની દેઓલની ‘ગદર 2’એ 20.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ રીતે ‘એનિમલ’ એ બંને ફિલ્મોના રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે. ‘એનિમલ’ એ છેલ્લા 8 દિવસમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર 360.53 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે જ સમયે, વિશ્વભરમાં ફિલ્મનું કુલ કલેક્શન 600 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ‘એનિમલ’માં રણબીર કપૂરનો એક્શન અવતાર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. કરોડોની સતત કમાણીથી સ્પષ્ટ છે કે ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ‘એનિમલ’માં રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરીએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. રણબીર બાદ આ ફિલ્મમાં બોબી દેઓલની એક્ટિંગના સૌથી વધુ વખાણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : આ વર્ષે ગીનીસ બુકમાં નોંધાયા કેટલાક વિચિત્ર વર્લ્ડ રેકોર્ડ

Back to top button